Surat : દુકાનદાર કે દુરાચારી? અમરોલીમાં આલુપુરી લેવા ગયેલી માસૂમની છેડતી કરનાર દિનેશ રામાણી જેલભેગો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરવા બદલ પોલીસે આધેડ વયના દુકાનદારની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી નજીકની દુકાને આલુપુરી લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાનદાર દિનેશ જીવરાજભાઈ રામાણીએ બાળકી એકલી હોવાનો લાભ ઉઠાવ્યો હતો. દુકાનમાં કોઈ ગ્રાહક ન હોવાથી નરાધમ દિનેશે બાળકીને વાતોમાં ભોળવી ટેબલ પર બેસાડી હતી અને તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર આપવીતી પરિવારને જણાવતા પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા.
પોલીસની ત્વરિત કાર્યવાહી
અમરોલી પોલીસે આ મામલે સહેજ પણ વિલંબ કર્યા વગર ગુનો નોંધી આરોપી દિનેશ રામાણીને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ ગંદા ઈરાદે જ માસૂમને પોતાની ઝાળમાં ફસાવી હતી. હાલ પોલીસે પોક્સો (POCSO) એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક રહીશોએ આવા વિકૃત માનસ ધરાવતા શખ્સ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.
આ પણ વાંચો---- Ahmedabad : ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, કીર્તિદાન ગઢવી અને SP રાજદીપસિંહ ઝાલાને નોટિસ, જાણો શું છે મામલો?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

