Vadodaraમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી કૌભાંડ, મનપા સામે ACBને સોંપાઈ શકે તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડદોરામા ફાયર વિભાગનું મસમોટું કૌભાંડ સામે આવ્યા બાદ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી. શહેરના ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીને લઈને મોટી ગોલમાલ થઈ હોવાનો પર્દાફાશ થયો. ફાયર વિભાગના સાધનોની ખરીદી કૌભાંડનો ઘટસ્ફોટ થતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. કૌભાંડમાં સંડોવણની આશંકાએ તત્કાળ ખાતાકીય કાર્યવાહી કરતા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા. ફાયર વિભાગના કૌભાંડમાં મનપા સામે ACB તપાસ કરે તેવી સંભાવના હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું.
ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં કૌભાંડ
શહેરમાં બેફામ બનેલા અસમાજિક તત્વો અને ગુનેગારો પર લગામ લગાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યાં સરકારના કર્મચારીઓ સરકારી વિભાગમાં મોટી ગેરરીતિ આચરી રહ્યા છે. ફાયર વિભાગ હંમેશા આગ જેવી ઘટનાને કાબુમાં લેવા તત્કાળ કાર્યવાહી કરે છે. વિભાગમાં અદ્યતન ટેકનોલોજી ધરાવતા સાધનોને સમાવેશ કરવામાં આવ્યા. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બજારમાથી કરોડો રૂપિયાના ખર્ચે આ જરૂરી સાધનોની ખરીદી કરવામાં આવી હતી.
કૌભાંડ મામલે 3 અધિકારી સસ્પેન્ડ
જ્યારે સાધનોની ખરીદીના બિલ મંજૂરી માટે મોકલવામાં આવ્યા ત્યારે સાધનોની ઊંચી કિમંતે શંકા ઉપજાવી. આ મામલે જ્યારે પ્રાથમિક તપાસ કરાઈ ત્યારે ધ્યાનમાં આવ્યું કે ફાયર વિભાગમાં ખરીદી કરાયેલ સાધનો બજાર ભાવ કરતા અનેક ગણા વધુ ભાવે એટલે કે 3.17 કરોડના ખર્ચે ખરીદ કરાયા હતા. જેના બાદ મ્યુનિસિપલ કમિશનર રચેલી ટિમ દ્વારા સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરતા સાધનોની ખરીદીમાં અધિકારીઓ દ્વારા જ કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું.
સરકાર આપશે કૌભાંડ તપાસની મંજૂરી
આ હકીકત સામે આવ્યા બાદ આરોગ્ય અમલદાર, ચીફ ફાયર ઓફિસર અને ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. આ અધિકારીઓ અને કૌભાંડની ઊંડાણથી તપાસ કરવા સરકાર સમક્ષ પત્ર લખી મંજૂરી માંગવામાં આવી છે. હવે સમગ્ર મામલો સરકાર પર છે. શું તેઓ પોતાના અધિકારીઓને બચાવશે કે પછી ન્યાયનો સાથ આપતા તેમની સામે તપાસની મંજૂરી આપશે.
What's Your Reaction?






