PM Modi ના હસ્તે 5536 કરોડના 27 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે તેમણે ગાંધીનગરમાં હસ્તે રૂ.5536 કરોડના વિવિધ 27 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આયોજિત 20 વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. તેમના હસ્તે રૂ.1859 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ.3677 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત થયા હતા.
17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 2731 કરોડના ચેક અપાયા
વિવિધ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22 હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને રૂ. 569 કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, જામનગર, સુરત સહિતના પ્રકલ્પો લોકાર્પિત
અમદાવાદ ખાતે રૂ. 1 હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 નું ખાતમુહૂર્ત પણ થયું હતું. આ ઉપરાંત, શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.1447 કરોડના અલગ અલગ પ્રકલ્પો પણ લોકાર્પિત કરાયા હતા.
જળ સંશોધનના 1860 કરોડના કામો
જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. 1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. 145 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ થયું હતું, જ્યારે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.170 કરોડના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ કરાયો હતો. બનાસકાંઠામાં રૂ. 888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ.678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરાયા હતા.
યુ.એન. મહેતા કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
ગાંધીનગરમાં રૂ. 84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ, અમદાવાદમાં રૂ. 588 કરોડના ખર્ચે 1800 બેડ ધરાવતા IPD સાથે 500 બેડની સુવિધા સાથેના ચેપી રોગ માટેના OPD બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
What's Your Reaction?






