અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોબાઇલ ફોનમાં ધમકીની ઓડીયો ક્લિપ વાયરલ થતાં લાલાવદર ગામના લોકો સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગયા મુદ્દે ડખ્ખો થતાં રાજકારણ ગરમાયું
અમરેલી, : અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે ગઇકાલે લાલાવદર ગામના દલિતને અપમાનિત કરી ગાળો આપી હોવાની પોલીસ ફરિયાદ બાદ આજે તેઓએ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું મોકલી દીધું હોવાનું બહાર આવ્યું હતું.
આજરોજ અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખે જિલ્લાના ભાજપના હોદેદારોને પોતાનું રાજીનામું મોકલી આપતા પત્રમાં જણાવ્યું કે મારા નામથી કથિત ઓડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઇ રહ્યા છે. તેથી નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના હોદ્દા ઉપરથી સ્વેચ્છાએ રાજીનામુ આપુ છું.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
