Vadodara News : તંત્રની મંદગતિનો ભોગ બન્યા દર્દીઓ, SSG હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે બન્યું માથાનો દુખાવો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાની SSG હોસ્પિટલ (સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ)માં ડિજિટલ એક્સ-રેની સુવિધા ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ હોસ્પિટલ તંત્ર દાવો કરી રહ્યું છે કે નવા ડિજિટલ એક્સ-રે વિભાગનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ આ કામગીરીની ધીમી ગતિને કારણે દર્દીઓ ત્રીમામ પોકારી ઉઠ્યા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐય્યરે જણાવ્યું કે, ગુજરાત સરકારના જિસેક વિભાગના અનુદાનથી નવો વિભાગ બનાવવામાં આવી રહ્યો છે. જોકે, આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી. પરિણામે, દૂર-દૂરથી આવતા દર્દીઓને યોગ્ય સારવાર માટે રાહ જોવી પડી રહી છે.
દૈનિક 7 થી 8 હજાર દર્દીઓ સારવાર માટે આવે
વડોદરાની SSG હોસ્પિટલ એ માત્ર શહેર જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત ગુજરાતના ઘણા જિલ્લાઓના દર્દીઓ માટે પણ આશાનું કેન્દ્ર છે. અહી દૈનિક 7 થી 8 હજાર દર્દીઓ સારવાર માટે આવે છે જેમાંથી 500 થી વધુ દર્દીઓને એક્સ-રેની જરૂરિયાત રહે છે. ડિજિટલ એક્સ-રેની સુવિધાના આભાવે આ દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ, બહાર ખાનગી લેબમાં મોંઘા એક્સ-રે કરાવવાનું પરવડતું નથી, તેમને વધુ હાલાકી ભોગવવી પડે છે. SSG હોસ્પિટલમાં 500 થી 4500 રૂપિયાના ખર્ચે થતા એક્સ-રે મફતમાં થાય છે જે ગરીબ દર્દીઓ માટે એક મોટી રાહત છે. પરંતુ, જો આ સુવિધા જ ઉપલબ્ધ ન હોય તો દર્દીઓએ મજબૂરીવશ ખાનગી લેબનો સહારો લેવો પડે છે જેનાથી તેમના આર્થિક બોજામાં વધારો થાય છે.
હોસ્પિટલની કામગીરી પર સવાલ
આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની ધીમી કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ જ્યાં આધુનિક તબીબી સુવિધાઓની માંગ વધુ રહી છે ત્યાં બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં આવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વડોદરાના નાગરિકોની માંગ છે કે, હોસ્પિટલ તત્ર આ કામગીરીને ઝડપી બનાવે અને વહેલી તકે ડિજિટલ એક્સ-રે વિભાગ શરૂ કરે. ડો રંજન ઐય્યરના નિવેદન મુજબ, ટૂંક સમયમાં આ વોર્ડ શરૂ કરી દેવામાં આવશે પરંતુ "ટૂંક સમય" એટલે કેટલો સમય તે દર્દીઓ અને તેમના પરિવારો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આશા રાખીએ કે, તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લી ઝડપી ઉકેલ લાવે જેથી દર્દીઓની હાલાકીનો અંત આવે.
What's Your Reaction?






