Surat: કીમમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, 2 હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલાયા
સુરત જિલ્લાના કીમ નજીક નજીવી બાબતે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં પાલોડ અને કીમ પોલીસે ઉકેલી નાખ્યો છે અને હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત 11 તારીખના રોજ રાતના સમયે એક વ્યક્તિ કીમ નજીક આવેલા માંગરોળના નવાપુરા વિસ્તારમાં કીમ માંડવી મુખ્ય માર્ગ પર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો.આરોપી યુવકની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા આ દરમ્યાન એક બાઈક પર આવેલા 2 ઈસમો અક્ષય પરમાર અને સુજલ પવાર કોઈ બાબતને લઈ યુપીવાસી યુવક અવધેસ રાજરામ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ યુવકને ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તપાસમાં જોડાયો હતો, ઘટના સ્થળ નજીકથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા અને જેને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. બંને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી હતી, તે દરમ્યાન કીમ પોલીસ મથકના PI પી એચ જાડેજાને અંગત બાતમીદાર થકી બાતમી મળતા કીમ પોલીસની ટીમ કીમ નજીક આવેલા સાયણ ગામથી 2 ઈસમો અક્ષય પરમાર અને સુજલ પવારની ધરપકડ કરી હતી અને આકરી તલસ્પર્શી પૂછપરછ કરતા બંને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, બંને હત્યારા અક્ષય પરમાર અને સુજલ પવારને જ્યારે કીમ માંડવી રોડ પરથી પુર ઝડપે પસાર થઈ રહ્યા હતા.સ્પીડમાં કેમ જાય છે કહીને અપશબ્દો કહ્યા આ દરમ્યાન આ રોડ પરથી ચાલતા પસાર થતા હતા, ત્યારે બાજુમાંથી સ્પીડમાં કેમ જાય છે કહીને અપશબ્દો કહ્યા હતા, જેને કારણે બાઈક પર સવાર બંને અક્ષય પરમાર અને સુજલ પવારે બોલાચાલી કરી હતી અને આવેશમાં આવી પોતાની પાસે રહેલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બંને હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના કીમ નજીક નજીવી બાબતે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં પાલોડ અને કીમ પોલીસે ઉકેલી નાખ્યો છે અને હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત 11 તારીખના રોજ રાતના સમયે એક વ્યક્તિ કીમ નજીક આવેલા માંગરોળના નવાપુરા વિસ્તારમાં કીમ માંડવી મુખ્ય માર્ગ પર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો.
આરોપી યુવકની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા
આ દરમ્યાન એક બાઈક પર આવેલા 2 ઈસમો અક્ષય પરમાર અને સુજલ પવાર કોઈ બાબતને લઈ યુપીવાસી યુવક અવધેસ રાજરામ સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ યુવકને ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તપાસમાં જોડાયો હતો, ઘટના સ્થળ નજીકથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા અને જેને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
બંને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી
પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી હતી, તે દરમ્યાન કીમ પોલીસ મથકના PI પી એચ જાડેજાને અંગત બાતમીદાર થકી બાતમી મળતા કીમ પોલીસની ટીમ કીમ નજીક આવેલા સાયણ ગામથી 2 ઈસમો અક્ષય પરમાર અને સુજલ પવારની ધરપકડ કરી હતી અને આકરી તલસ્પર્શી પૂછપરછ કરતા બંને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, બંને હત્યારા અક્ષય પરમાર અને સુજલ પવારને જ્યારે કીમ માંડવી રોડ પરથી પુર ઝડપે પસાર થઈ રહ્યા હતા.
સ્પીડમાં કેમ જાય છે કહીને અપશબ્દો કહ્યા
આ દરમ્યાન આ રોડ પરથી ચાલતા પસાર થતા હતા, ત્યારે બાજુમાંથી સ્પીડમાં કેમ જાય છે કહીને અપશબ્દો કહ્યા હતા, જેને કારણે બાઈક પર સવાર બંને અક્ષય પરમાર અને સુજલ પવારે બોલાચાલી કરી હતી અને આવેશમાં આવી પોતાની પાસે રહેલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બંને હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.