Surat News : સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા પેટે બમ્પર આવક

એપ્રિલ-2023ની તુલનામાં એપ્રિલ- 2024માં એડવાન્સ ટેક્સ પેટે 61 કરોડ વધુ જમા થયા એપ્રિલ-2024માં એડવાન્સ ટેક્સ પેયરોને 19 કરોડ રૂપિયાનું રીબેટ આપવામાં આવ્યું 42 ટકા કરદાતાઓએ ઓનલાઇન ચૂકવણી કરી ગુજરાતનુ બીજા નંબરનું સૌથી મોટુ શહેર સુરત છે,સુરતમાં ગુજરાતીઓની સાથે બહારના દેશના પણ ઘણા લોકો વસવાટ કરે છે.સાથે સાથે પ્રોપર્ટીની સંખ્યામાં પણ વધારો થયો છે,10 વર્ષમાં મિલકતમાં 8.40 લાખનો વધારો, સૌથી વધુ રહેણાંક 6.26 લાખ, કોમર્શિયલ 1.59 લાખ વધી છે.લિંબાયતમાં સૌથી વધુ ઘર જેમાં રહેણાંકમાં 6.26 લાખ, કોમર્શિયલ-બીમાં 1.57 લાખ, કોમર્શિયલ-એમાં 2272, ઇન્ડસ્ટ્રિયલ-એમાં 14242, ઇન્ડસ્ટ્રિયલ બીમાં 26559 વધારો થયો છે. એટલું જ નહીં પરંતુ ધાર્મિક પ્રોપર્ટીની સંખ્યામાં પણ વધારો થયો છે. 2013માં 2097 ધાર્મિક પ્રોપર્ટી હતી, જે 2023માં 636 વધીને 2733 થઇ ગઇ છે.2023 મુજબ લિંબાયતમાં સૌથી વધુ 2.82 લાખ ઘર નોધાયા છે. લોકો ઘરનો વેરો ભરતા થયા મહાપાલિકાને એપ્રિલ મહિનામાં એડવાન્સ મિલકતવેરા પેટે કુલ 340 કરોડની આવક થઇ છે, જેમાં 30 એપ્રિલે છેલ્લા દિવસે જ 41.82 કરોડની આવક થઇ હતી. 2 લાખ મિલકતદારોએ એડવાન્સ વેરો ભર્યો છે, જેમાં 89,979 મિલકતદારોએ 177 કરોડનો ઓનલાઇન વેરો ભર્યો છે. અંદાજિત 19 કરોડ રિબેટ મેળવ્યું છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં પાલિકાને કુલ 280 કરોડની આવક થઇ હતી, જેની સામે આ વર્ષે 60 કરોડ વધુ આવક થઇ છે. મે મહિનામાં 7 ટકા અને ઓનલાઇન વધુ બે ટકા રિબેટનો લાભ મળશે. એડવાન્સ વેરો ભરનારને રિબેટ સુરત પાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનારાઓને રિબેટ આપવામાં આવે છે તેના કારણે સુરતીઓ એડવાન્સ ટેક્સ ભરવામાં ઉતાવળ કરી રહ્યાં છે. તેમાં પણ નાણાકીય વર્ષ પુરું થાય એટલે કે રાત્રીના 12 વાગ્યાથી જ સુરતીઓ એડવાન્સમાં ઓનલાઈન વેરો ભરી દે છે અને છેલ્લા કેટલાક વખતથી 31 એપ્રિલના રાત્રીના 12 વાગ્યા બાદ ઓનલાઈન વેરો કરનારાઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે પણ રાત્રીના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 954 લોકોએ 88 લાખનો વેરો ઓનલાઈન થી પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે. ટેકસ ભરવામાં સુરતીઓ અગ્રેસર ખાણી પીણીના શોખીન અને સ્વચ્છતામાં નંબર વન લાવનારા સુરતીઓ પાલિકાનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં પણ અગ્રેસર જોવા મળી રહ્યાં છે. નાણાકીય વર્ષના પહેલા દિવસે સૂરજ ઊગે તે પહેલાં 954 સુરતીઓએ 88 લાખ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે. 

Surat News : સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનને એડવાન્સ મિલકત વેરા પેટે બમ્પર આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એપ્રિલ-2023ની તુલનામાં એપ્રિલ- 2024માં એડવાન્સ ટેક્સ પેટે 61 કરોડ વધુ જમા થયા
  • એપ્રિલ-2024માં એડવાન્સ ટેક્સ પેયરોને 19 કરોડ રૂપિયાનું રીબેટ આપવામાં આવ્યું
  • 42 ટકા કરદાતાઓએ ઓનલાઇન ચૂકવણી કરી

ગુજરાતનુ બીજા નંબરનું સૌથી મોટુ શહેર સુરત છે,સુરતમાં ગુજરાતીઓની સાથે બહારના દેશના પણ ઘણા લોકો વસવાટ કરે છે.સાથે સાથે પ્રોપર્ટીની સંખ્યામાં પણ વધારો થયો છે,10 વર્ષમાં મિલકતમાં 8.40 લાખનો વધારો, સૌથી વધુ રહેણાંક 6.26 લાખ, કોમર્શિયલ 1.59 લાખ વધી છે.

લિંબાયતમાં સૌથી વધુ ઘર

જેમાં રહેણાંકમાં 6.26 લાખ, કોમર્શિયલ-બીમાં 1.57 લાખ, કોમર્શિયલ-એમાં 2272, ઇન્ડસ્ટ્રિયલ-એમાં 14242, ઇન્ડસ્ટ્રિયલ બીમાં 26559 વધારો થયો છે. એટલું જ નહીં પરંતુ ધાર્મિક પ્રોપર્ટીની સંખ્યામાં પણ વધારો થયો છે. 2013માં 2097 ધાર્મિક પ્રોપર્ટી હતી, જે 2023માં 636 વધીને 2733 થઇ ગઇ છે.2023 મુજબ લિંબાયતમાં સૌથી વધુ 2.82 લાખ ઘર નોધાયા છે.

લોકો ઘરનો વેરો ભરતા થયા

મહાપાલિકાને એપ્રિલ મહિનામાં એડવાન્સ મિલકતવેરા પેટે કુલ 340 કરોડની આવક થઇ છે, જેમાં 30 એપ્રિલે છેલ્લા દિવસે જ 41.82 કરોડની આવક થઇ હતી. 2 લાખ મિલકતદારોએ એડવાન્સ વેરો ભર્યો છે, જેમાં 89,979 મિલકતદારોએ 177 કરોડનો ઓનલાઇન વેરો ભર્યો છે. અંદાજિત 19 કરોડ રિબેટ મેળવ્યું છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં પાલિકાને કુલ 280 કરોડની આવક થઇ હતી, જેની સામે આ વર્ષે 60 કરોડ વધુ આવક થઇ છે. મે મહિનામાં 7 ટકા અને ઓનલાઇન વધુ બે ટકા રિબેટનો લાભ મળશે.

એડવાન્સ વેરો ભરનારને રિબેટ

સુરત પાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરનારાઓને રિબેટ આપવામાં આવે છે તેના કારણે સુરતીઓ એડવાન્સ ટેક્સ ભરવામાં ઉતાવળ કરી રહ્યાં છે. તેમાં પણ નાણાકીય વર્ષ પુરું થાય એટલે કે રાત્રીના 12 વાગ્યાથી જ સુરતીઓ એડવાન્સમાં ઓનલાઈન વેરો ભરી દે છે અને છેલ્લા કેટલાક વખતથી 31 એપ્રિલના રાત્રીના 12 વાગ્યા બાદ ઓનલાઈન વેરો કરનારાઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે પણ રાત્રીના 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 954 લોકોએ 88 લાખનો વેરો ઓનલાઈન થી પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.

ટેકસ ભરવામાં સુરતીઓ અગ્રેસર 

ખાણી પીણીના શોખીન અને સ્વચ્છતામાં નંબર વન લાવનારા સુરતીઓ પાલિકાનો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં પણ અગ્રેસર જોવા મળી રહ્યાં છે. નાણાકીય વર્ષના પહેલા દિવસે સૂરજ ઊગે તે પહેલાં 954 સુરતીઓએ 88 લાખ રૂપિયાનો એડવાન્સ ટેક્સ પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.