Surat News : સાંસદે કામ ઓછા કર્યા હોય તો માફ કરજો-પાટીલ

ઉમેદવાર ગમે તે હોય મુખ્ય ઉમેદવાર PM નરેન્દ્ર મોદી: પાટીલ આખા દેશમાં 543 સીટ પર PM મોદી જ ચૂંટણી લડવાના : પાટીલ કોઈ સાંસદ કામ નહીં કરે તો મને કે જો તમારું કામ પાટીલ કરશે : પાટીલ સુરતના કાંઠા વિસ્તારમાં માછી સમાજ અને કોળી પટેલ સમાજના લોકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહાસંમેલન યોજાયુ હતુ.જેમાં પાટીલે સાંસદોને લઈ વાત કરી હતી અને કહ્યું કે,કોઈ પણ સાંસદે કામ ઓછા વધતા કામ કર્યા હશે તેણે નાની મોટી ભૂલ કરી હશે તેને માફ કરી દેજો,કોઈ સાંસદ કામ નહિ કરે તો મને કે જો તમારું કામ પાટીલ કરશે PMની કામગીરીને જોઈને વોટ કરવાના છે,માછી સમાજ અને કોળી પટેલ ના સમાજના લોકો આ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા.મોદી સાહેબ PM બન્યા બાદ 350 કરોડની ગ્રાન્ટ આપી વિકાસનું કામ થયું છે. મંત્રી મુકેશ પટેલને કર્યા યાદ કાંઠા વિસ્તારના લોકોને સ્થાનિક નોકરી આપવા સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલને ટકોર કરી હતી,મંત્રી મુકેશ પટેલ પાસે એવું ખાતુ છે કે નોકરી નહી આપે તો કંપનીને તાળા પર મારી શકે છે,સ્થાનિક કાંઠા વિસ્તારના યુવાનોને પેહલા કોન્ટ્રાકટ પર નોકરી મળતી હતું હવે કાયમી મળે છે. મોદીના વિકાસ કામો PM નરેન્દ્ર મોદી દેશમા સર્વાંગી વિકાસ કરી રહ્યા છે.PM મિત્ર પાર્કથી રોજગારીનુ સર્જન થશે.કોળી કે માછી સમાજના યુવાનોને શિક્ષણ પછી ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ મળે તે માટે વ્યવસ્થા કરી છે. મોદી વડાપ્રધાન બન્યા પછી ડુમસ એરપોર્ટ બનાવવા ગ્રાન્ટ ફાળવી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું , જેનો ફાયદો આજુબાજુના વિસ્તારોને થશે. PM સમાજને એક રાખવાનું કામ કર્યુ છે. આજે દેશમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. બહેનોની કામ કરવાની ક્ષમતાને ઓળખી દેશની સિમાની સુરક્ષાની જવાબદારી દેશની દીકરીઓને આપી છે.દેશના યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં કામ કર્યુ છે અને એના કારણે દેશનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બન્યો છે.

Surat News : સાંસદે કામ ઓછા કર્યા હોય તો માફ કરજો-પાટીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉમેદવાર ગમે તે હોય મુખ્ય ઉમેદવાર PM નરેન્દ્ર મોદી: પાટીલ
  • આખા દેશમાં 543 સીટ પર PM મોદી જ ચૂંટણી લડવાના : પાટીલ
  • કોઈ સાંસદ કામ નહીં કરે તો મને કે જો તમારું કામ પાટીલ કરશે : પાટીલ

સુરતના કાંઠા વિસ્તારમાં માછી સમાજ અને કોળી પટેલ સમાજના લોકો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહાસંમેલન યોજાયુ હતુ.જેમાં પાટીલે સાંસદોને લઈ વાત કરી હતી અને કહ્યું કે,કોઈ પણ સાંસદે કામ ઓછા વધતા કામ કર્યા હશે તેણે નાની મોટી ભૂલ કરી હશે તેને માફ કરી દેજો,કોઈ સાંસદ કામ નહિ કરે તો મને કે જો તમારું કામ પાટીલ કરશે PMની કામગીરીને જોઈને વોટ કરવાના છે,માછી સમાજ અને કોળી પટેલ ના સમાજના લોકો આ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા.મોદી સાહેબ PM બન્યા બાદ 350 કરોડની ગ્રાન્ટ આપી વિકાસનું કામ થયું છે.

મંત્રી મુકેશ પટેલને કર્યા યાદ

કાંઠા વિસ્તારના લોકોને સ્થાનિક નોકરી આપવા સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલને ટકોર કરી હતી,મંત્રી મુકેશ પટેલ પાસે એવું ખાતુ છે કે નોકરી નહી આપે તો કંપનીને તાળા પર મારી શકે છે,સ્થાનિક કાંઠા વિસ્તારના યુવાનોને પેહલા કોન્ટ્રાકટ પર નોકરી મળતી હતું હવે કાયમી મળે છે.


મોદીના વિકાસ કામો

PM નરેન્દ્ર મોદી દેશમા સર્વાંગી વિકાસ કરી રહ્યા છે.PM મિત્ર પાર્કથી રોજગારીનુ સર્જન થશે.કોળી કે માછી સમાજના યુવાનોને શિક્ષણ પછી ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રેનિંગ મળે તે માટે વ્યવસ્થા કરી છે. મોદી વડાપ્રધાન બન્યા પછી ડુમસ એરપોર્ટ બનાવવા ગ્રાન્ટ ફાળવી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું , જેનો ફાયદો આજુબાજુના વિસ્તારોને થશે. PM સમાજને એક રાખવાનું કામ કર્યુ છે. આજે દેશમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. બહેનોની કામ કરવાની ક્ષમતાને ઓળખી દેશની સિમાની સુરક્ષાની જવાબદારી દેશની દીકરીઓને આપી છે.દેશના યુવાનો આત્મનિર્ભર બને તે દિશામાં કામ કર્યુ છે અને એના કારણે દેશનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બન્યો છે.