Surat News : પીપલોદમાં ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ફંગોળાઈ

સુરતના પીપલોદમાં ડમ્પરચાલકે કારને ટક્કર મારી કાર મેઈન રોડથી કૂદીને BRTS રૂટમાં ઘુસીઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો ગુજરાતમાં દિવસેને દિવસે ડમ્પર ચાલકોનો ત્રાસ વધતો જાય છે,ડમ્પરની અડફેટે અકસ્માત અને મોતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે,આવી જ એક ઘટના સુરતના પીપલોદમાં બની જયાં ડમ્પર ચાલકે કાર ચાલકને અડફેટે લેતા કાર કૂદીને BRTS રૂટમાં ઘુસી હતી.જયા કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ,તો બીજી તરફ કાર ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. 21 ફેબ્રુઆરી 2024ના રોજ ડમ્પર ચાલકે સ્કૂલ બસને અડફેટે લીધી માંડવીના ઉશ્કેર ગામ નજીક માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન સામ સામે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, બસ ચાલક અને 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત થયા હતા. સરસ્વતી વિધાલયના બાળકો, ટીચર અને બસ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી હતી. અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને 108માં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. 18 માર્ચ 2024ના રોજ ડમ્પર ચાલકે બે બહેનોને અડફેટે લેતા એકનું થયુ મોત પ્રતિબંધિત સમયમાં સુરત શહેરના વરાછા લેક ગાર્ડન પાસે બેફામ દોડનાર ડમ્પર ચાલકે મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફેટે લીધા હતા. જેમાં 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી.મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા લેક ગાર્ડન નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડ પર સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી. એક યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે નજીક આવેલા પીપી સવાણી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. 27 માર્ચ 2024ના રોજ ડમ્પર ચાલકે મહિલાનો લીધો ભોગ કતારગામ વિસ્તારમાં ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી છે. જેમાં મહિલાનું મોત થયુ છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાયો હતો. ટોળાએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે આ અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથધરીહતી.આ અકસ્માત બાદ આસપાસના લોકો ત્યાં એકત્રિત થઇ ગયા હતા અને ભાગી રહેલા ડમ્પર ચાલકને ઝડપી પાડયો હતો. આ અકસ્માત જોતાની સાથે જ લોકોમાં રોષ છવાયો હતો.  

Surat News : પીપલોદમાં ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ફંગોળાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના પીપલોદમાં ડમ્પરચાલકે કારને ટક્કર મારી
  • કાર મેઈન રોડથી કૂદીને BRTS રૂટમાં ઘુસી
  • ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો

ગુજરાતમાં દિવસેને દિવસે ડમ્પર ચાલકોનો ત્રાસ વધતો જાય છે,ડમ્પરની અડફેટે અકસ્માત અને મોતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે,આવી જ એક ઘટના સુરતના પીપલોદમાં બની જયાં ડમ્પર ચાલકે કાર ચાલકને અડફેટે લેતા કાર કૂદીને BRTS રૂટમાં ઘુસી હતી.જયા કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ,તો બીજી તરફ કાર ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.

21 ફેબ્રુઆરી 2024ના રોજ ડમ્પર ચાલકે સ્કૂલ બસને અડફેટે લીધી

માંડવીના ઉશ્કેર ગામ નજીક માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન સામ સામે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, બસ ચાલક અને 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત થયા હતા. સરસ્વતી વિધાલયના બાળકો, ટીચર અને બસ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી હતી. અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને 108માં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.


18 માર્ચ 2024ના રોજ ડમ્પર ચાલકે બે બહેનોને અડફેટે લેતા એકનું થયુ મોત

પ્રતિબંધિત સમયમાં સુરત શહેરના વરાછા લેક ગાર્ડન પાસે બેફામ દોડનાર ડમ્પર ચાલકે મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફેટે લીધા હતા. જેમાં 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો. આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી.મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા લેક ગાર્ડન નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડ પર સવાર બે યુવતીઓને અડફેટે લીધી હતી. એક યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ મારફતે નજીક આવેલા પીપી સવાણી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.


27 માર્ચ 2024ના રોજ ડમ્પર ચાલકે મહિલાનો લીધો ભોગ

કતારગામ વિસ્તારમાં ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી છે. જેમાં મહિલાનું મોત થયુ છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાયો હતો. ટોળાએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે આ અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથધરીહતી.આ અકસ્માત બાદ આસપાસના લોકો ત્યાં એકત્રિત થઇ ગયા હતા અને ભાગી રહેલા ડમ્પર ચાલકને ઝડપી પાડયો હતો. આ અકસ્માત જોતાની સાથે જ લોકોમાં રોષ છવાયો હતો.