Surat News: ACBની સફળ ટ્રેપમાં ફસાયો ભરૂચનો લાંચિયો સરકારી અધિકારી

એક જાગૃત નાગરિક દ્વારા કરાયાઇ હતી ACBમાં ફરિયાદઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચનો અધિકારી લાંચ લેતા ઝડપાયો લાંચિયા અધિકારી પાસેથી સવા લાખની રકમ રિકવર કરાઇ એક તરફ ગુજરાત અને કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રની વાતો કરે છે પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતા હોય તેવું ઘણીવાર જોવા મળતું હોય છે. આવા જ કઈક દ્રશ્યો ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે જોવા મળ્યા. જ્યાં, સુરત ACBની ટ્રેપમાં એક સરકારી અધિકારી લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયો. ઘટનાની વિગતો એવી છે કે, સુરત ACBને ફરિયાદ મળી હતી કે ભરૂચ ખાતે આવેલ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીમાં નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરેલ હતી. જોકે, મદદનીશ નિયામક દ્વારા અરજીમાં ભૂલો કાઢીને અરજી મંજૂર કરાવવા માટે 1.25 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. લાંચ માંગનાર અને ACBના હાથ ઝડપાયેલ સરકારી અધિકારીની ઓળખ જીગર જગદીશચંદ્ર પટેલ તરીકે થઈ છે જેઓ મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે. કેસની વધુ વિગતો એવી છે કે, જીગર પટેલ દ્વારા લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ સુરત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સુરત ACB દ્વારા ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે નાયબ નિયામકના મદદનીશ નિયામકની ચેમ્બરમાં આજે 16મી મેના રોજ છટકું ગોઠવીને મદદનીશ નિયામક જીગર પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. જીગર પટેલ પાસેથી લાંચ પેટે લીધેલ 1,25,000ની રકમ પણ ACB દ્વારા રિકવર કરવામાં આવી હતી. ટ્રેપીંગ અધિકારી સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશન સુરતના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.સોલંકી તથા ACB સ્ટાફ અને સુપર વિઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ દ્વારા છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો હતો.

Surat News: ACBની સફળ ટ્રેપમાં ફસાયો ભરૂચનો લાંચિયો સરકારી અધિકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક જાગૃત નાગરિક દ્વારા કરાયાઇ હતી ACBમાં ફરિયાદ
  • ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
  • લાંચિયા અધિકારી પાસેથી સવા લાખની રકમ રિકવર કરાઇ

એક તરફ ગુજરાત અને કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્રની વાતો કરે છે પરંતુ બીજી બાજુ સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતા હોય તેવું ઘણીવાર જોવા મળતું હોય છે. આવા જ કઈક દ્રશ્યો ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે જોવા મળ્યા. જ્યાં, સુરત ACBની ટ્રેપમાં એક સરકારી અધિકારી લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયો.

ઘટનાની વિગતો એવી છે કે, સુરત ACBને ફરિયાદ મળી હતી કે ભરૂચ ખાતે આવેલ નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીમાં નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરેલ હતી. જોકે, મદદનીશ નિયામક દ્વારા અરજીમાં ભૂલો કાઢીને અરજી મંજૂર કરાવવા માટે 1.25 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. લાંચ માંગનાર અને ACBના હાથ ઝડપાયેલ સરકારી અધિકારીની ઓળખ જીગર જગદીશચંદ્ર પટેલ તરીકે થઈ છે જેઓ મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે.

કેસની વધુ વિગતો એવી છે કે, જીગર પટેલ દ્વારા લાંચ માંગવામાં આવતા ફરિયાદીએ સુરત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સુરત ACB દ્વારા ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે નાયબ નિયામકના મદદનીશ નિયામકની ચેમ્બરમાં આજે 16મી મેના રોજ છટકું ગોઠવીને મદદનીશ નિયામક જીગર પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. જીગર પટેલ પાસેથી લાંચ પેટે લીધેલ 1,25,000ની રકમ પણ ACB દ્વારા રિકવર કરવામાં આવી હતી.

ટ્રેપીંગ અધિકારી સુરત ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશન સુરતના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.સોલંકી તથા ACB સ્ટાફ અને સુપર વિઝન અધિકારી પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ દ્વારા છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને પકડી પાડવામાં આવ્યો હતો.