Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો આંતક, ગોટી સહિત 7 લોકો પર ખંડણીનો ગુનો, તેના ભાઈ-પિતા સામે પણ ફરિયાદ દાખલ

Feb 12, 2026 - 13:30
Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો આંતક, ગોટી સહિત 7 લોકો પર ખંડણીનો ગુનો, તેના ભાઈ-પિતા સામે પણ ફરિયાદ દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટી અને તેના પરિવારના સભ્યો સામે વધુ એક ગુનો દાખલ થયો છે. ચિરાગ ગોટી તથા તેના ભાઈ અને પિતા સહિત કુલ 7 લોકો પર ખંડણી વસૂલવા અને અપહરણની ફરિયાદ નોંધાઈ છે.

ચોક બજાર પોલીસ મથકમાં ગુનો દાખલ

ઘટના અંગે ચોક બજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ હેઠળ ચિરાગ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો 

ઉલ્લેખનિય છે કે ચિરાગ ગોટીનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે ચિરાગ ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ

ચિરાગ ગોટીનો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે ફરી તેનો વીડિયો વાયરલ થયો છે. પોતાને દાદા માનતા ચિરાગ ગોટીએ તેની કંપનીનો ડ્રાઇવર ડ્રાઇવરે ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી તેને ઢોર માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે તેના પર આરોપ પણ લાગેલા હતા કે ચિરાગ ગોટી જાહેરમાં પિસ્તોલ લઈને ફરતો હતો અને લોકોને રોફ જમાવતો હતો.


આ પણ વાંચો----    AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0