Narmada:સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્યના ઉપવાસ, સાંસદના સમર્થનથી ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું

Jun 15, 2026 - 14:00
Narmada:સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્યના ઉપવાસ, સાંસદના સમર્થનથી ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભાજપમાં શિસ્ત અને સંગઠનની વાતો વચ્ચે નર્મદા જિલ્લામાંથી જૂથવાદનો એવો ભયાનક નમૂનો સામે આવ્યો છે, જેણે પ્રદેશ નેતૃત્વની ચિંતામાં મોટો વધારો કર્યો છે. નાંદોદના સક્રિય મહિલા ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ આજે રાજપીપળાના આંબેડકર ભવન ખાતે આયોજિત એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પ્રોટોકોલ મુજબ વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ સ્થાને હોય છે, પરંતુ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તેમનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું નહોતું અને સ્ટેજ પર સન્માન ન જળવાતા તેઓ અત્યંત નારાજ થઈ ગયા હતા.

રસ્તા પર ઉપવાસ અને ટિકિટોની મનમાની પર આકરા પ્રહારો

આ અપમાન સહન ન થતાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ કાર્યક્રમ છોડીને સીધા રસ્તા પર જ ધરણાં અને ઉપવાસ પર બેસી ગયા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતી આંખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "જિલ્લા પ્રમુખ પક્ષના પાયાના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કાયમી અપમાન કરે છે. તેમને ઉપરથી કોઈ મોટા નેતાનું પીઠબળ છે, એટલે જ તેઓ જિલ્લામાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અને સહકારી ચૂંટણીઓમાં લાયક કાર્યકરોને બદલે પોતાના માનીતાઓને જ ટિકિટો આપી, જેના કારણે જ ભાજપ અણધારી ચૂંટણીઓ હાર્યું છે." તેમણે ઉમેર્યું કે જો પ્રમુખ સામે કડક પગલાં નહીં લેવાય, તો તેઓ ધારાસભ્ય પદ છોડી દેશે.

સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી કાર્ડ રમી પ્રમુખનું રાજીનામું માંગ્યું

આ નાટ્યાત્મક વળાંક વચ્ચે વિસ્તારના કદાવર આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક ધારાસભ્ય દર્શના દેશમુખના સમર્થનમાં ધરણાં સ્થળે દોડી આવ્યા હતા. મનસુખ વસાવાએ હંમેશ મુજબ આક્રમક તેવર બતાવતા સરાજાહેર નિવેદન આપ્યું કે, "આ માત્ર એક ધારાસભ્યનું અપમાન નથી, આ નર્મદા જિલ્લાના અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનું અપમાન છે. એક મહિલા અને આદિવાસી જનપ્રતિનિધિ સાથે આવું વર્તન સાંખી લેવાય નહીં. આવા અહંકારી અને મનમાની કરતા જિલ્લા પ્રમુખ નીલ રાવનું હાઇકમાન્ડે 24 કલાકમાં રાજીનામું લઈ લેવું જોઈએ."ગાંધીનગર કમલમ સુધી ટેલિફોનિક દોડધામ 

સાંસદ અને ધારાસભ્ય પક્ષ સામે જ સામસામે આવી જતાં ગાંધીનગર કમલમ (ભાજપ મુખ્યાલય) સુધી ટેલિફોનિક દોડધામ શરૂ થઈ ગઈ છે. સંગઠનના મહામંત્રીઓ દ્વારા સમગ્ર મામલાને થાળે પાડવા અને દર્શનાબેનને ધરણાં પરથી ઉઠાડવા માટે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક આદિવાસી નેતાઓ હવે આરપારની લડાઈના મૂડમાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Banaskantha: અમીરગઢના સરોત્રા અંડરબ્રિજ પર મોતના માંચડાની જેમ લટકતો હાઇટ ગેજ; ગમે ત્યારે મોટી હોનારતની આશંકા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0