Suratમાં પિતાની નજર સામે પુત્રની કરાઈ હત્યા, પોલીસે વરઘોડો નીકાળી કરી સરભરા

સુરતમાં ઘર આંગણે ક્રિકેટ રમવા મુદ્દે હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેમાં ક્રિકેટ મુદ્દે થયેલાં ઝઘડામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે,જયાં ચાર આરોપીઓએ ભેગા મળીને યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે,બે દિવસની સારવાર બાદ યુવકનું હોસ્પિટલમાં મોત થયું હોવાની વાત સામે આવતા પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો લગાવ્યો છે. બે દિવસની સારવાર બાદ યુવકનું મોત ઘરની બહાર રમતી વેળા બખેડો કરવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પિતાની નજની સામે ચપ્પુના ઘા ઝીંકી દીકરાની હત્યા કરવામાં આવી છે,લિંબાયતનાં રાવનગર સોસાયટી નજીક આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે,પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢયું હતુ અને પોલીસ સ્ટેશનમાં અલગથી સરભરા પણ કરી છે,ત્યારે મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે મૃતદેહ. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા લિંબાયત પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૃતક અબ્દુલ કરીમે ચારેક દિવસ અગાઉ ઘર સામે રમતા બાળકોને ના પાડી હતી. જેની અદાવત રાખીને પપ્પુએ બબાલ કરી હતી. બાદમાં તેના સાથીઓને લઈ આવ્યો હતો. ઘર સામે જ ચાર રસ્તા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા અબ્દુલનું મોત થયું હતું. સમગ્ર મુદ્દે ગુનો નોંધી ચારેયને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યાં હતાં.મૃતકના પિતાએ કહ્યું કે,પાંસળી અને ખભાના ભાગે વાગતા તેનું મોત થયું હતું. અમને ખબર જ નહોતી. નહીતર અમે તેને ભગાવી દીધો હોત. પપ્પુને એકને જ અમે ઓળખીએ છીએ. તેણે ચપ્પુ મારીને હુમલો કર્યો. રાજકોટમાં રીક્ષાચાલકનો નીકળ્યો વરઘોડો રાજકોટમાં રીક્ષાચાલકનો વરઘોડો નીકળ્યો હતો,મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢયો હતો અને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને કોઈની પણ સાથે દાદાગીરી ભર્યુ વર્તન કરતો હોવાની વાત પણ સામે આવી છે.મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો વરઘોડો નીકળતા અન્ય લોકોમાં પણ ખુશી જોવા મળી હતી,સાકીરે ખત્રીવાડમાં યુવક પર છરીથી કર્યો હતો હુમલો અને રસ્તા પરથી પસાર થવા મુદ્દે કરી હતી દાદાગીરી.રાજકોટ એ ડિવિઝન પોલીસે આ મામલે વરઘોડો નીકાળ્યો હતો. વડોદરામાં પોલીસે આરોપીનો કાઢ્યો વરઘોડો વડોદરામાં પોલીસે રિકન્સ્ટ્રક્શનની સાથે આરોપીનો વરઘોડો કાઢયો હતો જેમાં નિસામુદ્દીન સૈયદ હત્યાના પ્રયાસનો આરોપી છે અને જાહેરમાં પોલીસે તેનો વરઘોડો નીકાળ્યો હતો,યાકુતપુરા વિસ્તારમાં આરોપીનો વરઘોડો નીકાળતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,20 નવેમ્બરે આરોપીએ હુમલો કર્યો હતો અને એક વ્યકિતને ઈજાગ્રસ્ત કર્યો હતો,વડોદરા સીટી પોલીસ મથકે આરોપીનો વરઘોડો કાઢયો હતો અને સાથે સાથે રિ-કન્ટ્રકશન ઘટના સ્થળે કરાવ્યું હતુ. જાણો શું કહ્યું હતુ હર્ષ સંઘવીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે. સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ, આ સાથે જ જામનગરમાં ડ્રગ્સના આરોપીના ઉભા કરવામાં આવેલા દબાણ તોડી પાડવા બદલ જામનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તેરા તુજકો અર્પણ જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો.  

Suratમાં પિતાની નજર સામે પુત્રની કરાઈ હત્યા, પોલીસે વરઘોડો નીકાળી કરી સરભરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ઘર આંગણે ક્રિકેટ રમવા મુદ્દે હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેમાં ક્રિકેટ મુદ્દે થયેલાં ઝઘડામાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે,જયાં ચાર આરોપીઓએ ભેગા મળીને યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી છે,બે દિવસની સારવાર બાદ યુવકનું હોસ્પિટલમાં મોત થયું હોવાની વાત સામે આવતા પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો લગાવ્યો છે.

બે દિવસની સારવાર બાદ યુવકનું મોત

ઘરની બહાર રમતી વેળા બખેડો કરવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પિતાની નજની સામે ચપ્પુના ઘા ઝીંકી દીકરાની હત્યા કરવામાં આવી છે,લિંબાયતનાં રાવનગર સોસાયટી નજીક આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે,પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢયું હતુ અને પોલીસ સ્ટેશનમાં અલગથી સરભરા પણ કરી છે,ત્યારે મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવશે મૃતદેહ.


જૂના ઝઘડાની અદાવતમાં હત્યા

લિંબાયત પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મૃતક અબ્દુલ કરીમે ચારેક દિવસ અગાઉ ઘર સામે રમતા બાળકોને ના પાડી હતી. જેની અદાવત રાખીને પપ્પુએ બબાલ કરી હતી. બાદમાં તેના સાથીઓને લઈ આવ્યો હતો. ઘર સામે જ ચાર રસ્તા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દેતા અબ્દુલનું મોત થયું હતું. સમગ્ર મુદ્દે ગુનો નોંધી ચારેયને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યાં હતાં.મૃતકના પિતાએ કહ્યું કે,પાંસળી અને ખભાના ભાગે વાગતા તેનું મોત થયું હતું. અમને ખબર જ નહોતી. નહીતર અમે તેને ભગાવી દીધો હોત. પપ્પુને એકને જ અમે ઓળખીએ છીએ. તેણે ચપ્પુ મારીને હુમલો કર્યો.

રાજકોટમાં રીક્ષાચાલકનો નીકળ્યો વરઘોડો

રાજકોટમાં રીક્ષાચાલકનો વરઘોડો નીકળ્યો હતો,મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢયો હતો અને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને કોઈની પણ સાથે દાદાગીરી ભર્યુ વર્તન કરતો હોવાની વાત પણ સામે આવી છે.મારામારીના આરોપી સાકીરખાન પઠાણનો વરઘોડો નીકળતા અન્ય લોકોમાં પણ ખુશી જોવા મળી હતી,સાકીરે ખત્રીવાડમાં યુવક પર છરીથી કર્યો હતો હુમલો અને રસ્તા પરથી પસાર થવા મુદ્દે કરી હતી દાદાગીરી.રાજકોટ એ ડિવિઝન પોલીસે આ મામલે વરઘોડો નીકાળ્યો હતો.

વડોદરામાં પોલીસે આરોપીનો કાઢ્યો વરઘોડો

વડોદરામાં પોલીસે રિકન્સ્ટ્રક્શનની સાથે આરોપીનો વરઘોડો કાઢયો હતો જેમાં નિસામુદ્દીન સૈયદ હત્યાના પ્રયાસનો આરોપી છે અને જાહેરમાં પોલીસે તેનો વરઘોડો નીકાળ્યો હતો,યાકુતપુરા વિસ્તારમાં આરોપીનો વરઘોડો નીકાળતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,20 નવેમ્બરે આરોપીએ હુમલો કર્યો હતો અને એક વ્યકિતને ઈજાગ્રસ્ત કર્યો હતો,વડોદરા સીટી પોલીસ મથકે આરોપીનો વરઘોડો કાઢયો હતો અને સાથે સાથે રિ-કન્ટ્રકશન ઘટના સ્થળે કરાવ્યું હતુ.

જાણો શું કહ્યું હતુ હર્ષ સંઘવીએ

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે. સીધા રહેજો, જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જ, આ સાથે જ જામનગરમાં ડ્રગ્સના આરોપીના ઉભા કરવામાં આવેલા દબાણ તોડી પાડવા બદલ જામનગર પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.ગાંઘીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તેરા તુજકો અર્પણ જેમાં છેલ્લા એક મહિનામાં ગાંધીનગર આસપાસ આવેલા દહેગામ કલોલ કડી જેવા વિસ્તારોમાંથી ચોરીની ફરિયાદો બાદ રિકવર થયેલા મુદ્દા માલને પોતાના મૂળ માલિકો સુધી પરત આપવામાં આવ્યો હતો.