સિંધરેજ ગૌચરમાંથી માટી ખનનથી ગ્રામજનો વીફર્યા
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. ત્યારે સિંધરેજ ગામે ગૌચરની જમીનમાંથી મોટાપાયે માટી ખનન થઈ રહ્યું છે. આ ગૌચરમાંથી માટી ખનન કરી સિક્સ લાઈન જેમાં બે કંપનીને માટી બારોબાર વેચી દેવાતી હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે સિંધરેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા અને આયુષ કંપનીને બારોબાર માટી વેચી દેતા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા બુધવારે ગ્રામ પંચાયતનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પંચાયતનો ઘેરાવ કરાયો તે સમયે સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી. આ ઉપરાંત સિંધરેજ ગામે કોઈ અણબનાવ ના બને તે માટે ધોળકા ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ધોળકા પ્રાંત અને મામલતદારને ગૌચરની જમીનમાં માટી ખનન થતું અટકાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે સિંધરેજના બ્લોક સર્વે નં. 667ની જે ગૌચર જમીન છે. ગૌચરનું ગ્રામ પંચાયતના સભ્યો જેવા કે સરપંચ, ઉપસરપંચ, તેમજ સભ્યો દ્વારા આયુષ નામની પ્રાઇવેટ કંપનીને જમીન પરથી માટીનું ખોટી રીતે માટી ખનનનું કામ કરી તેમજ પંચાયતના સભ્ય દ્વારા આયુષ કંપની પાસેથી પૈસા લઈ તેમજ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ગ્રામસભા કર્યા સિવાય ગ્રામજનોને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય ખોટી રીતે ખનન કરી કંપનીને માટી આપી મોટી રકમ પડાવી રહ્યા છે. માટી ખનનની જાણ વારંવાર પંચાયતના સભ્યોને કરેલ છે. પરંતુ તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી. તેમજ ગૌચર આશરે 170 વીઘામાં ફેલાયેલું હોય જે આજુબાજુમાં ખેડૂતોની ખેતીની જમીન પણ ખોદી ખનન કરી માટી લઈ ગયેલ હોય ખેડૂતોને ભવિષ્યમાં મોટુ નુકસાન થવાની ભીતિ પણ વધુમાં વ્યક્ત કરાઈ હતી. ખનન મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરાશે સિંધરેજ ગામના ગ્રામજનો દ્વારા બુધવારે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેમાં માટી ખોદાણ બાબતેની રજૂઆત છે. જે બાબતે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.-પ્રાંત અધિકારી. પોલીસને પેટ્રોલિંગ કરવા માટે સૂચના અપાશે ખેડૂતોની રજૂઆત અંગે મામલતદારે બાહેંધરી આપી હતી કે હવે પછી ક્યાંય ગૌચરમાં કામ ચાલુ થવા નહીં દઈએ. પોલીસને પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવશે. જો કામ ચાલુ થાય તો તેમનો સંપર્ક કરો. અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરીશું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. ત્યારે સિંધરેજ ગામે ગૌચરની જમીનમાંથી મોટાપાયે માટી ખનન થઈ રહ્યું છે. આ ગૌચરમાંથી માટી ખનન કરી સિક્સ લાઈન જેમાં બે કંપનીને માટી બારોબાર વેચી દેવાતી હોવાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે.
ત્યારે સિંધરેજ ગામના સરપંચ દ્વારા હિમાલયા અને આયુષ કંપનીને બારોબાર માટી વેચી દેતા ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા બુધવારે ગ્રામ પંચાયતનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પંચાયતનો ઘેરાવ કરાયો તે સમયે સરપંચ અને તલાટીની ગેરહાજરી જોવા મળી હતી. આ ઉપરાંત સિંધરેજ ગામે કોઈ અણબનાવ ના બને તે માટે ધોળકા ટાઉન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ધોળકા પ્રાંત અને મામલતદારને ગૌચરની જમીનમાં માટી ખનન થતું અટકાવવા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું છે કે સિંધરેજના બ્લોક સર્વે નં. 667ની જે ગૌચર જમીન છે. ગૌચરનું ગ્રામ પંચાયતના સભ્યો જેવા કે સરપંચ, ઉપસરપંચ, તેમજ સભ્યો દ્વારા આયુષ નામની પ્રાઇવેટ કંપનીને જમીન પરથી માટીનું ખોટી રીતે માટી ખનનનું કામ કરી તેમજ પંચાયતના સભ્ય દ્વારા આયુષ કંપની પાસેથી પૈસા લઈ તેમજ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની ગ્રામસભા કર્યા સિવાય ગ્રામજનોને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય ખોટી રીતે ખનન કરી કંપનીને માટી આપી મોટી રકમ પડાવી રહ્યા છે. માટી ખનનની જાણ વારંવાર પંચાયતના સભ્યોને કરેલ છે. પરંતુ તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી. તેમજ ગૌચર આશરે 170 વીઘામાં ફેલાયેલું હોય જે આજુબાજુમાં ખેડૂતોની ખેતીની જમીન પણ ખોદી ખનન કરી માટી લઈ ગયેલ હોય ખેડૂતોને ભવિષ્યમાં મોટુ નુકસાન થવાની ભીતિ પણ વધુમાં વ્યક્ત કરાઈ હતી.
ખનન મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરાશે
સિંધરેજ ગામના ગ્રામજનો દ્વારા બુધવારે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેમાં માટી ખોદાણ બાબતેની રજૂઆત છે. જે બાબતે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.-પ્રાંત અધિકારી.
પોલીસને પેટ્રોલિંગ કરવા માટે સૂચના અપાશે
ખેડૂતોની રજૂઆત અંગે મામલતદારે બાહેંધરી આપી હતી કે હવે પછી ક્યાંય ગૌચરમાં કામ ચાલુ થવા નહીં દઈએ. પોલીસને પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપવામાં આવશે. જો કામ ચાલુ થાય તો તેમનો સંપર્ક કરો. અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરીશું.