Surendranagar: ઝાલાવાડમાં બે દિવસીય કૃષિ મહોત્સવના આયોજન અર્થે કલેક્ટર કચેરીમાં બેઠક મળી

સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસિય રવિ કૃષિ મહોત્સવનું આયોજન થનાર છે. જેના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી.રાજયના ખેડૂતોએ રવિ ઋતુમાં ખેતી અને બાગાયતી પાકો વિશે આધુનીક કૃષિ અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ મળી રહે તે માટે રાજયભરમાં તાલુકા પ્રમાણે રવિ કૃષિ મહોત્સવનું આયોજન તા. 6ઠી અને 7મી ડિસેમ્બરના રોજ થનાર છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ કૃષી મહોત્સવના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અધીક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, આત્મા પ્રોજેકટના ડાયરેકટર, ખેતીવાડી અધિકારી તેમજ સંબંધીત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌપ્રથમ તાલુકાઓમાં રવિ કૃષી મહોત્સવના સ્થળની પસંદગી, સમય અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે કૃષી પ્રદર્શન માટે 10થી 15 સ્ટોલ રાખવા, મહાનુભાવો અને પદાધિકારીઓને નિમંત્રણ, ખેડુત મોબીલાઈઝેશનની વ્યવસ્થા, સ્ટેજ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતની આવકમાં વધારો, મીલેટ, મુખ્ય પાકોની આધુનીક તાંત્રીકતા વિષય પર પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, મોડલ ફાર્મની મુલાકાત સહિતનાઓ બાબતે ચર્ચા થઈ હતી.

Surendranagar: ઝાલાવાડમાં બે દિવસીય કૃષિ મહોત્સવના આયોજન અર્થે કલેક્ટર કચેરીમાં બેઠક મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસિય રવિ કૃષિ મહોત્સવનું આયોજન થનાર છે. જેના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી.

રાજયના ખેડૂતોએ રવિ ઋતુમાં ખેતી અને બાગાયતી પાકો વિશે આધુનીક કૃષિ અંગે માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ મળી રહે તે માટે રાજયભરમાં તાલુકા પ્રમાણે રવિ કૃષિ મહોત્સવનું આયોજન તા. 6ઠી અને 7મી ડિસેમ્બરના રોજ થનાર છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ કૃષી મહોત્સવના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અધીક કલેકટર આર.કે.ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, આત્મા પ્રોજેકટના ડાયરેકટર, ખેતીવાડી અધિકારી તેમજ સંબંધીત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌપ્રથમ તાલુકાઓમાં રવિ કૃષી મહોત્સવના સ્થળની પસંદગી, સમય અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે કૃષી પ્રદર્શન માટે 10થી 15 સ્ટોલ રાખવા, મહાનુભાવો અને પદાધિકારીઓને નિમંત્રણ, ખેડુત મોબીલાઈઝેશનની વ્યવસ્થા, સ્ટેજ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતની આવકમાં વધારો, મીલેટ, મુખ્ય પાકોની આધુનીક તાંત્રીકતા વિષય પર પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, મોડલ ફાર્મની મુલાકાત સહિતનાઓ બાબતે ચર્ચા થઈ હતી.