Bhavnagarમાં દરગાહ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવાયું..

Jan 9, 2025 - 14:30
Bhavnagarમાં દરગાહ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવાયું..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તાર‌ આસપાસના વિસ્તારોમાં દબાણો હટાવવા મહાનગરપાલિકાનો કાફલો દોડી ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થળો સહિતના દબાણો હટાવાયા છે. વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક સ્થળો પર દબાણ દૂર કરાતા વધુ ઉહાપોહ ના થાય માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી.

મહાનગરપાલિકા દ્વારા ફરી મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં પીંજારાવાડ તેમજ મોતીગરની શેરી સહિતના આસપાસમાં અનેક દબાણો પર jcb ફેરવી દેવાયું છે.અહીં બે દરગાહ સહિતના ધાર્મિક દબાણો રોડ ઉપર જ ખડકાયેલા હતા. જેને હટાવી દેવાયા છે. લોકોના ટોળા એકત્ર થયા હતા. જોકે તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલમાં દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. લાંબા સમય બાદ મોટું ડીમોલેશન મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

શહેરમાં અગાઉ મનપા દ્વારા મોટા પાયે ડિમોલેશન ઝુંબેશ હાથ ધરાઈ હતી. ડિમોલેશન ઝુંબેશમાં 40થી પણ વધુ ગેરકાયદે દબાણો હટાવ્યા હતા. દબાણ હટાવ કામગીરી દરમ્યાન પાઈપ, પતરા, જાળી તેમજ લારીના દબાણ દૂર કરવા ઉપરાંત લોખંડની મશીનરીનો સામાન પણ જપ્ત કરાયો હતો. અબડાસા તાલુકામાં આવેલ 2 દરગાહ તેમજ પાસે આવેલ પાણીની ટાંકીઓ પણ તોડી પાડવામાં આવી હતી.

શહેરમાં અલંગ વિસ્તારમાં પણ મોટાપાયે દબાણો દૂર કરાયા હતા. અલંગમાં 12 હેકટર જમીન પર દબાણો દૂર કરાયા હતા. દબાણો દૂર થતા ખુલ્લી થયેલ જમીનની કિમંત અંદાજે 50 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જમીન પર સરકાર હવે લોકો ઉપયોગી બનાવી શકશે. વહીવટીતંત્ર દ્વારા રાજ્યમાં વિવિઃ સ્થાનો પર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગીર સોમનાથ થયેલ દબાણ હટાવ ઝુંબેશમાં પણ મોટો હોબાળો થયો હતો. ત્યારે હવે ભાવનગરમાં આજે ધાર્મિક સ્થાનો પરથી દબાણ દૂર કરવાની કામગીરી વધુ સંવેદનશીલ છે. અને આ કારણે જ દબાણ દૂર કરવામાં કોઈ ઘટના ના બને કોઈ સ્થિતિ પર નિયંત્રણ રહે માટે પોલીસને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0