Tapiમા ભીંડાનું વેચાણ કરતા વેપારીઓની હાલત બની દયનીય, અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોશ

દરેક રસોડામાં બનતી શાકભાજીઓની વાત કરીએ તો ભીંડાની શાકભાજી અનેરું સ્થાન ધરાવે છે. જી ગુજરાતમાં ભીંડાની ખેતીમાં નામના મેળવનાર તાપી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી. કારણકે છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે નેશનલ બજારમાં ભીંડાની માંગ ઘટી હતી.જેના કારણે ભીંડા ઉત્પાદક ખેડૂતોને ભાવ પૂરતો ન મળતાં તેઓ રોષે ભરાયા હતા. વેપારીઓના સ્ટોલ પણ બંધ રહ્યા બે દિવસ ભીંડા લેનાર વેપારીઓના સ્ટોલ પણ બંધ રહ્યા હતા. જો કે હવે ફરી ભીંડાની માંગ વધતા ભીંડા બજાર ધમધતું થયું છે. ખેડૂતો ભાવ વધે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલી એપીએમસીમાં રોજ હજારો કિલો ભીંડાના વેપાર થાય છે. કારણકે તાપી જિલ્લામાં તેમજ સુરત જિલ્લાના ખેડૂતો ભીંડાનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. આ ખેડૂતો તેમણે પકવેલા ભીંડા વ્યારાની એપીએમસીમાં વેચવા માટે આવે છે. અહી ભીંડાના વેપારીઓ તેમની પાસેથી ભીંડા લઈ મુંબઈ, અમદાવાદ, દિલ્હી અને જયપુરના માર્કેટમાં મોકલ છે. વર્ષોથી આ રીતે વેપાર ચાલી આવ્યો છે. ભીંડાની ખેતી થઈ પણ ભાવ ના મળ્યો હાલ દિલ્હી, જયપુર અને અમદાવાદ માર્કેટમાં ભીંડાની માંગ બંધ થતા વ્યારાના ભીંડાના વેપારીઓ મુંબઈ માર્કેટ ખાતે જ ભીંડા મોકલાવી રહ્યા હતા.અને કેટલાક દિવસોથી મુંબઈ માર્કેટમાં ભીંડાનો ભરાવો થતાં ભીંડાના ભાવો તળિયે ગયા હતા. ભીંડા પકવતા ખેડૂતો ને ૧ મણ એટલે કે ૨૦ કિલોના માત્ર ૧૫૦ થી ૨૫૦ નો ભાવ મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે ખેડૂતો ને પોષણક્ષમ ભાવ ન મળતાં નુકસાન જતું હોવાથી તેઓ ભીંડા માર્કેટ બંધ કરાવ્યું હતું. અને ન્યાય માટે તાપી કલેકટર કચેરીના દરવાજા ખખડાવી દ્વારા પર ભીંડા પણ ફેંક્યા હતા. એપીએમસી પણ સંકળાયેલી છે બીજા દિવસથી મુંબઈના બજારમાં ભીંડાની માંગ વધતા ભીંડાના ૧ મણનો ભાવ ૩૬૦ થી ૧૦૫૫ રૂપિયા પહોંચતા ખેડૂતો ને રાહત જોવા મળી હતી. તેઓ હજુ ભાવ વધે તેવી આશા વ્યક્ત કરી છે.આ અંગે વ્યારા એપીએમસીના ચેરમેન ગણેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બપોરે ૨ વાગ્યાથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ છે અને ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. ૯૦૦ થી ૧૦૦૦ સુધી ભાવ પહોંચ્યો છે. એનું કારણ છે કે બોમ્બે માર્કેટ માં જે ભરાવો હતો, એક જ માર્કેટ આ વખતે તેની સાથે એપીએમસી સંકળાયેલી છે. વેપારીઓ સારી આશા રાખીને બેઠા બોમ્બે માર્કેટમાં સારો ભાવ મળવાથી ખેડૂતોને સારો ભાવ મળે છે. અને આખા વર્ષમાં ઘણી વખત એવું થાય છે કે માર્કેટ ભરાઈ હોય અને આવી તકલીફ આવતી હોય છે. હાલ તો મુંબઈ માર્કેટમા માંગ ઊભી થતાં ખેડૂતોને રાહત થઈ છે. ત્યારે દિવાળી નજીક આવતા જયપુર, દિલ્હી સહિતના માર્કેટના વેપારીઓ આવી જશે, ત્યારે ભાવો વધુ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.

Tapiમા ભીંડાનું વેચાણ કરતા વેપારીઓની હાલત બની દયનીય, અપૂરતા ભાવથી ખેડૂતોમાં રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દરેક રસોડામાં બનતી શાકભાજીઓની વાત કરીએ તો ભીંડાની શાકભાજી અનેરું સ્થાન ધરાવે છે. જી ગુજરાતમાં ભીંડાની ખેતીમાં નામના મેળવનાર તાપી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી. કારણકે છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે નેશનલ બજારમાં ભીંડાની માંગ ઘટી હતી.જેના કારણે ભીંડા ઉત્પાદક ખેડૂતોને ભાવ પૂરતો ન મળતાં તેઓ રોષે ભરાયા હતા.

વેપારીઓના સ્ટોલ પણ બંધ રહ્યા

બે દિવસ ભીંડા લેનાર વેપારીઓના સ્ટોલ પણ બંધ રહ્યા હતા. જો કે હવે ફરી ભીંડાની માંગ વધતા ભીંડા બજાર ધમધતું થયું છે. ખેડૂતો ભાવ વધે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલી એપીએમસીમાં રોજ હજારો કિલો ભીંડાના વેપાર થાય છે. કારણકે તાપી જિલ્લામાં તેમજ સુરત જિલ્લાના ખેડૂતો ભીંડાનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. આ ખેડૂતો તેમણે પકવેલા ભીંડા વ્યારાની એપીએમસીમાં વેચવા માટે આવે છે. અહી ભીંડાના વેપારીઓ તેમની પાસેથી ભીંડા લઈ મુંબઈ, અમદાવાદ, દિલ્હી અને જયપુરના માર્કેટમાં મોકલ છે. વર્ષોથી આ રીતે વેપાર ચાલી આવ્યો છે.

ભીંડાની ખેતી થઈ પણ ભાવ ના મળ્યો

હાલ દિલ્હી, જયપુર અને અમદાવાદ માર્કેટમાં ભીંડાની માંગ બંધ થતા વ્યારાના ભીંડાના વેપારીઓ મુંબઈ માર્કેટ ખાતે જ ભીંડા મોકલાવી રહ્યા હતા.અને કેટલાક દિવસોથી મુંબઈ માર્કેટમાં ભીંડાનો ભરાવો થતાં ભીંડાના ભાવો તળિયે ગયા હતા. ભીંડા પકવતા ખેડૂતો ને ૧ મણ એટલે કે ૨૦ કિલોના માત્ર ૧૫૦ થી ૨૫૦ નો ભાવ મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે ખેડૂતો ને પોષણક્ષમ ભાવ ન મળતાં નુકસાન જતું હોવાથી તેઓ ભીંડા માર્કેટ બંધ કરાવ્યું હતું. અને ન્યાય માટે તાપી કલેકટર કચેરીના દરવાજા ખખડાવી દ્વારા પર ભીંડા પણ ફેંક્યા હતા.


એપીએમસી પણ સંકળાયેલી છે

બીજા દિવસથી મુંબઈના બજારમાં ભીંડાની માંગ વધતા ભીંડાના ૧ મણનો ભાવ ૩૬૦ થી ૧૦૫૫ રૂપિયા પહોંચતા ખેડૂતો ને રાહત જોવા મળી હતી. તેઓ હજુ ભાવ વધે તેવી આશા વ્યક્ત કરી છે.આ અંગે વ્યારા એપીએમસીના ચેરમેન ગણેશ ચૌધરીએ જણાવ્યું હતું કે બપોરે ૨ વાગ્યાથી રાબેતા મુજબ હરાજી શરૂ થઈ છે અને ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. ૯૦૦ થી ૧૦૦૦ સુધી ભાવ પહોંચ્યો છે. એનું કારણ છે કે બોમ્બે માર્કેટ માં જે ભરાવો હતો, એક જ માર્કેટ આ વખતે તેની સાથે એપીએમસી સંકળાયેલી છે.

વેપારીઓ સારી આશા રાખીને બેઠા

બોમ્બે માર્કેટમાં સારો ભાવ મળવાથી ખેડૂતોને સારો ભાવ મળે છે. અને આખા વર્ષમાં ઘણી વખત એવું થાય છે કે માર્કેટ ભરાઈ હોય અને આવી તકલીફ આવતી હોય છે. હાલ તો મુંબઈ માર્કેટમા માંગ ઊભી થતાં ખેડૂતોને રાહત થઈ છે. ત્યારે દિવાળી નજીક આવતા જયપુર, દિલ્હી સહિતના માર્કેટના વેપારીઓ આવી જશે, ત્યારે ભાવો વધુ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.