Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો શણગાર અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરાઈ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.11-01-2025નને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું દાદાના કોટનના વાઘા 2 કારીગરો દ્વારા સાળંગપુરમાં જ બે દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસને ઝૂંડપીની પ્રતિકૃતિ સાળંગપુર હનુમાનજી મંદિરના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવી છે.આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.11-01-2025નને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી.
ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે.
યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
દાદાના કોટનના વાઘા 2 કારીગરો દ્વારા સાળંગપુરમાં જ બે દિવસની મહેનતે તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસને ઝૂંડપીની પ્રતિકૃતિ સાળંગપુર હનુમાનજી મંદિરના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવી છે.આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.