Suratમાં નબીરાઓના સીનસપાટાને લઈ RTOની મોટી કાર્યવાહી, 19 કારચાલકના લાયસન્સ કર્યા સસ્પેન્ડ

Feb 20, 2025 - 16:30
Suratમાં નબીરાઓના સીનસપાટાને લઈ RTOની મોટી કાર્યવાહી, 19 કારચાલકના લાયસન્સ કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વીડિયો મામલો સુરત RTOએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નબીરાઓના સીનસપાટાને લઈ સુરત RTOએ 19 કારચાલક ના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે.

વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વીડિયો મામલે સુરત RTOએ 19 કારચાલકના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે. સુરત RTOએ 19 કારચાલકના ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. હવે આ કારચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં, જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

સુરતમાં નબીરાઓના સીનસપાટાને લઈ RTOની મોટી કાર્યવાહી બાદ સુરત DEOએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને 2 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું. જેમાં સ્કૂલ દ્વારા DEOને મૌખિક ખુલાસો કર્યો છેકે, આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો. જેની જાણ અમને હતી નઈ વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી.

સુરતમાં નબીરાઓના સીનસપાટાને લઈ કાર્યવાહી

  • સુરત RTOએ 19 કારચાલકના લાયસન્સ કર્યા સસ્પેન્ડ
  • લાયસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા
  • હવે વાહન હંકારતા ઝડપાશે તો કાર્યવાહી કરાશે
  • DEOએ ફાઉન્ટેન હેડ સ્કૂલને ફટકારી હતી નોટિસ
  • નોટિસ આપી 2 દિવસમાં માગ્યો હતો ખુલાસો
  • ફેરવેલમાં કારનો કાફલો સ્કૂલ બહાર હોવાનો જવાબ
  • વીડિયો વાયરલ થતા પોલીસે કરી હતી કાર્યવાહી
  • ફેરવેલ પાર્ટીમાં વિદ્યાર્થીઓએ સીનસપાટા કર્યા હતા

શું હતો સમગ્ર મામલો?

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી દરમિયાન અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. વિદ્યાર્થીઓ રેન્જ રૉવર, પોર્સે, મર્સિડિઝ, મસેરાતી, ઑડી અને બીએમડબ્લ્યુ સહિત 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા અને જોખમી સ્ટંટ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શૉ ઓલપાડના દાંડી રોડ સ્થિત સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જ્યાં સુધી વિદ્યાર્થીઓએ કારના રૂફટોપમાંથી બહાર નીકળીને સ્ટંટબાજી કરી હતી. આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં વિદ્યાર્થીઓનો લક્ઝરીયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વીડિયો મામલો સુરત RTOએ 19 કારચાલક ના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કર્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0