Smart Meterને લઈ Ahmedabadના નવા નરોડામાં 8 સોસાયટીઓના સ્થાનિકોનો વિરોધ

8 સોસાયટીના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ સ્માર્ટ મીટર દૂર કરવાની માગને લઈને સ્થાનિકોનો વિરોધ જાણ વિના સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર-ઠેર સ્થાનિકો કરી રહ્યાં છે ત્યારે નરોડાની 8 સોસાયટીના સ્થાનિકોએ UGVGCLની કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમની જાણ વિના આ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માગ કરાઈ છે.પ્રજાને લૂંટાવાનું બંધ કરવા અને સ્માર્ટ મીટર દૂર કરવાના નારા સાથે વિરોધ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત સ્થાનિકોનો આક્ષેપ છે છેલ્લા ત્રણ દિવસથી સતત તેઓ સ્માર્ટ મીટર સામે વિરોધ કરી રહ્યા છે. છતા કોઈ જવાબ આપતુ નથી. સ્થાનિકોનુ કહેવુ છે કે ત્રણ દિવસથી જીઈબીના ધક્કા ખાઈએ છીએ. પરંતુ જીઈબીના કર્મચારીઓ લાઈટ-પંખા બધુ બંધ કરી ગરમીમાં ઉભા રાખે છે. સ્થાનિકોનો સવાલ છે કે સ્માર્ટ મીટર લગાવી તો દીધા, તો 7-7 દિવસનું બિલ કોણ ભરશે.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ જાણ કર્યા વિના સીધેસીધા સ્માર્ટ મીટર લગાવી દીધા છે અને એક મહિનાથી બહાર છે છતા માઈનસમાં બિલ આવ્યુ છે અને જીઈબીના કર્મચારીઓ માત્ર સાંતવના આપી રહ્યા છે કે તમારી લાઈટ નહીં કપાય. પરંતુ ઓનલાઈન કટ કરી દે છે. સ્થાનિકોની માગ છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. અમને પહેલાવાળા જુના મીટર લગાવી આપો. રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય તો આ મુદ્દે ગાંધીનગર ખાતે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સરકારી કચેરીમાં લગાવાશે મીટર સ્માર્ટ મીટરને લઈને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વિરોધ થઈ રહ્યો છે. એવા સમયમાં આજે ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તમામ સરકાર હસ્તક આવતી તમામ કચેરીઓમાં પ્રથમ તબક્કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સરકારી કચેરીઓ સ્કૂલ કોલેજ બોર્ડ તમામ કચેરીઓમાં આ મીટર લગાવવામાં આવશે. આ ઉપરાંત રહેનારક વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં જુના બિલની રીડિંગ સરભર કરી અને ત્યારબાદ નવા બિલ આપવામાં આવશે. જનતાના પ્રતિનિધિ અને અધિકારીઓ પણ પોતાના ઘરે મીટર લગાવે તે માટે આચારસંહિતા બાદ કામગીરી કરવામાં આવશે.

Smart Meterને લઈ Ahmedabadના નવા નરોડામાં 8 સોસાયટીઓના સ્થાનિકોનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 8 સોસાયટીના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
  • સ્માર્ટ મીટર દૂર કરવાની માગને લઈને સ્થાનિકોનો વિરોધ
  • જાણ વિના સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ

ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર-ઠેર સ્થાનિકો કરી રહ્યાં છે ત્યારે નરોડાની 8 સોસાયટીના સ્થાનિકોએ UGVGCLની કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમની જાણ વિના આ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માગ કરાઈ છે.પ્રજાને લૂંટાવાનું બંધ કરવા અને સ્માર્ટ મીટર દૂર કરવાના નારા સાથે વિરોધ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત

સ્થાનિકોનો આક્ષેપ છે છેલ્લા ત્રણ દિવસથી સતત તેઓ સ્માર્ટ મીટર સામે વિરોધ કરી રહ્યા છે. છતા કોઈ જવાબ આપતુ નથી. સ્થાનિકોનુ કહેવુ છે કે ત્રણ દિવસથી જીઈબીના ધક્કા ખાઈએ છીએ. પરંતુ જીઈબીના કર્મચારીઓ લાઈટ-પંખા બધુ બંધ કરી ગરમીમાં ઉભા રાખે છે. સ્થાનિકોનો સવાલ છે કે સ્માર્ટ મીટર લગાવી તો દીધા, તો 7-7 દિવસનું બિલ કોણ ભરશે.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈ જાણ કર્યા વિના સીધેસીધા સ્માર્ટ મીટર લગાવી દીધા છે અને એક મહિનાથી બહાર છે છતા માઈનસમાં બિલ આવ્યુ છે અને જીઈબીના કર્મચારીઓ માત્ર સાંતવના આપી રહ્યા છે કે તમારી લાઈટ નહીં કપાય. પરંતુ ઓનલાઈન કટ કરી દે છે. સ્થાનિકોની માગ છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. અમને પહેલાવાળા જુના મીટર લગાવી આપો.


રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

તો આ મુદ્દે ગાંધીનગર ખાતે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે.

સરકારી કચેરીમાં લગાવાશે મીટર

સ્માર્ટ મીટરને લઈને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વિરોધ થઈ રહ્યો છે. એવા સમયમાં આજે ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તમામ સરકાર હસ્તક આવતી તમામ કચેરીઓમાં પ્રથમ તબક્કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સરકારી કચેરીઓ સ્કૂલ કોલેજ બોર્ડ તમામ કચેરીઓમાં આ મીટર લગાવવામાં આવશે. આ ઉપરાંત રહેનારક વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં જુના બિલની રીડિંગ સરભર કરી અને ત્યારબાદ નવા બિલ આપવામાં આવશે. જનતાના પ્રતિનિધિ અને અધિકારીઓ પણ પોતાના ઘરે મીટર લગાવે તે માટે આચારસંહિતા બાદ કામગીરી કરવામાં આવશે.