Rajkot અગ્નિકાંડ તપાસમાં રાજય સરકારે SITને વધુ 15 દિવસનો સમય આપ્યો

રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસ યથાવત SITની તપાસનો સમયગાળો વધાર્યો આખરી રીપોર્ટ 20 જૂન સુધી આપવા આદેશ રાજકોટ અગ્નિકાંડને લઈ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે,આ SIT દ્રારા અલગ-અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે,રાજય સરકાર દ્રારા SITને લઈ ટીમનુ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે,રાજય સરકારા દ્રારા 10 દિવસમાં રીપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી,પરંતુ આ રીપોર્ટ 10 દિવસ કરતા વધુ સમય માંગી શકે છે કેમકે જે રીતે તપાસ ચાલે છે તેમાં કોઈ પણ છેડછાડ ચલાવી લેવામાં આવશે નહી માટે રાજય સરકારે એસઆઈટીને વધુ 15 દિવસનો સમય આપ્યો છે એટલે કે 20 જૂન સુધી રીપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. બીજી વખત પણ પૂછપરછ થઈ શકે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ના આ 6 અધિકારીઓ ની SIT દ્વારા વિગતવાર પૂછપરછ કરી તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની કચેરી ખાતે બંધ બારણે ચાલી રહેલી પૂછપરછ અને નિવેદન પ્રકીર્યા દરમિયાન જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે તેને લઈ ને કેટલાક અધિકારીઓની બીજી વખત ઉલટ તપાસ કરવામાં આવે તેવી શકયતા છે. પોલીસ સામે હજી ગુનો નથી નોંધાયો TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટની ઘટનાની માહિતી મેળવી હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી. તેમજ બેઠક દરમ્યાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. DGP વિકાસ સહાય પૂછપરછ કરી મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. SIT તપાસમાં કોઇ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઇ છે. ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા IAS અને IPSની પૂછપરછ કરાઈ છે. DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. 2021 થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.  

Rajkot અગ્નિકાંડ તપાસમાં રાજય સરકારે SITને વધુ 15 દિવસનો સમય આપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસ યથાવત
  • SITની તપાસનો સમયગાળો વધાર્યો
  • આખરી રીપોર્ટ 20 જૂન સુધી આપવા આદેશ

રાજકોટ અગ્નિકાંડને લઈ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે,આ SIT દ્રારા અલગ-અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે,રાજય સરકાર દ્રારા SITને લઈ ટીમનુ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે,રાજય સરકારા દ્રારા 10 દિવસમાં રીપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી,પરંતુ આ રીપોર્ટ 10 દિવસ કરતા વધુ સમય માંગી શકે છે કેમકે જે રીતે તપાસ ચાલે છે તેમાં કોઈ પણ છેડછાડ ચલાવી લેવામાં આવશે નહી માટે રાજય સરકારે એસઆઈટીને વધુ 15 દિવસનો સમય આપ્યો છે એટલે કે 20 જૂન સુધી રીપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.

બીજી વખત પણ પૂછપરછ થઈ શકે છે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ના આ 6 અધિકારીઓ ની SIT દ્વારા વિગતવાર પૂછપરછ કરી તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની કચેરી ખાતે બંધ બારણે ચાલી રહેલી પૂછપરછ અને નિવેદન પ્રકીર્યા દરમિયાન જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે તેને લઈ ને કેટલાક અધિકારીઓની બીજી વખત ઉલટ તપાસ કરવામાં આવે તેવી શકયતા છે.

પોલીસ સામે હજી ગુનો નથી નોંધાયો

TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટની ઘટનાની માહિતી મેળવી હતી

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી. તેમજ બેઠક દરમ્યાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

DGP વિકાસ સહાય પૂછપરછ કરી

મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. SIT તપાસમાં કોઇ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઇ છે. ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા IAS અને IPSની પૂછપરછ કરાઈ છે. DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. 2021 થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.