Rajkot News: મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ

અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ છે. જેમાં મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તેમાં અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર થયો છે. અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત થયુ છે. જેમાં અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્વાસ લીધા મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્વાસ લીધા છે. અગાઉ રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકે ટુ વ્હીલરને હડફેટે લીધું હતું. જેમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીનીતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત થાય છે સ્થાનિકો જણાવ્યા અનુસાર, બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત સર્જાય છે. પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ ફક્તને ફક્ત શિફ્ટની વાતો કરતા રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે અકસ્માત થયાના બે કલાક બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.

Rajkot News: મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર
  • અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત
  • અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ છે. જેમાં મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તેમાં અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર થયો છે. અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત થયુ છે. જેમાં અકસ્માતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્વાસ લીધા

મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્વાસ લીધા છે. અગાઉ રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકે ટુ વ્હીલરને હડફેટે લીધું હતું. જેમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીનીતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો.

બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત થાય છે

સ્થાનિકો જણાવ્યા અનુસાર, બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત સર્જાય છે. પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ ફક્તને ફક્ત શિફ્ટની વાતો કરતા રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે અકસ્માત થયાના બે કલાક બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.