Rajkot News: RMCએ ફાયર NOC નહીં ધરાવતા 3 પેટ્રોલ પંપ સહિતના સંકુલો

મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સ્થળ પર રહ્યા હાજર મનપાની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ ફાયર NOC નહીં ધરાવતા સંકુલો સીલ કરાયારાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક-એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે.આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ વોર્ડ નંબર 8માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નંબર 7માં એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી. વિવિધ વોર્ડમાં સંકુલો કરાયા સીલ મનપાની જુદી-જુદી ટીમો દ્વારા વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પંપ અને હોટલ નોવામાં, વોર્ડ નં. 1માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, વોર્ડ નં.11માં નાના મૌવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ, વોર્ડ નં. 8માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, વોર્ડ નં.3માં રેલનગર રોડ પર આવેલ શ્રી આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ, વોર્ડ નં. 10માં K7 એકેડેમી, વોર્ડ નં. 18માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ ફાયર, વોર્ડ નં. 6માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ અને P&B કિડ્સ ઝોનમાં ફાયર NOC નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે. ફાયર NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગો કરાશે સીલ આ ઝૂંબેશ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે, આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્સ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કૂલ-કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર NOC અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-2013 અને તે હેઠળ નિયમો-2014 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2023 તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-૧૯૭૬ મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની ફાયર NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોના વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે. તપાસમાં વિવિધ બાબતોનો કરાયો સમાવેશ તેમણે વધુમાં ઉમેર્યું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમિયાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ RC સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહીં? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહીં? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહીં? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહીં? તેની છેલ્લી તારીખ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહીં? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહીં? એસેમ્બલી પોઇન્ટ છે કે નહીં? જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Rajkot News: RMCએ ફાયર NOC નહીં ધરાવતા 3 પેટ્રોલ પંપ સહિતના સંકુલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ સ્થળ પર રહ્યા હાજર
  • મનપાની જુદી-જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ
  • ફાયર NOC નહીં ધરાવતા સંકુલો સીલ કરાયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક-એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે.આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ વોર્ડ નંબર 8માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નંબર 7માં એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી.

વિવિધ વોર્ડમાં સંકુલો કરાયા સીલ

મનપાની જુદી-જુદી ટીમો દ્વારા વિવિધ વોર્ડમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પંપ અને હોટલ નોવામાં, વોર્ડ નં. 1માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, વોર્ડ નં.11માં નાના મૌવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ, વોર્ડ નં. 8માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, વોર્ડ નં.3માં રેલનગર રોડ પર આવેલ શ્રી આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ, વોર્ડ નં. 10માં K7 એકેડેમી, વોર્ડ નં. 18માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ ફાયર, વોર્ડ નં. 6માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ અને P&B કિડ્સ ઝોનમાં ફાયર NOC નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.


ફાયર NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગો કરાશે સીલ

આ ઝૂંબેશ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે, આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્સ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કૂલ-કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર NOC અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-2013 અને તે હેઠળ નિયમો-2014 તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-2023 તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-૧૯૭૬ મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની ફાયર NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોના વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.


તપાસમાં વિવિધ બાબતોનો કરાયો સમાવેશ

તેમણે વધુમાં ઉમેર્યું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમિયાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ RC સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહીં? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહીં? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહીં? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહીં? તેની છેલ્લી તારીખ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહીં? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહીં? એસેમ્બલી પોઇન્ટ છે કે નહીં? જેવી બાબતોનો સમાવેશ થાય છે.