Rajkot Lokmelaને લઈ PGVCLએ તૈયાર કર્યો એકશન પ્લાન,અંડર ગ્રાઉન્ડ કેબલને મંજૂરી અપાઈ

TRP ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સજાગ લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે અંડર ગ્રાઉન્ડ કેબલ માટે PGVCLએ મંજૂરી આપી રાજકોટ લોકમેળાને લઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે,પીજીવીજીસીએલ દ્રારા અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવા માટે મંજૂરી અપાઈ છે.સ્ટોલ અને પ્લોટ ધારકોએ ફિટનેસ સર્ટિ આપવું પડશે જો ફિટનેસ સર્ટિ. નહીં તો વીજ કનેકશન મળશે નહી. પીજીવીજીસીએલનો એકશન પ્લાન તૈયાર રાજકોટ લોકમેળાની લઈ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.પ્રથમ વખત લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર જે. બી. ઉપાધ્યાયએ આપી માહિતી આપી છે. લોકમેળો રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે. ટ્રાફિક સમસ્યાને લઈ સ્થળ બદલવાની હતી વિચારણા વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી હતી. સ્ટંટબાજો કરે છે અલગ-અલગ સ્ટંટ રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. વર્ષ 1983થી યોજાય છે મેળો આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.  

Rajkot Lokmelaને લઈ PGVCLએ તૈયાર કર્યો એકશન પ્લાન,અંડર ગ્રાઉન્ડ કેબલને મંજૂરી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમ ઝોન ઘટના બાદ તંત્ર સજાગ
  • લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે
  • અંડર ગ્રાઉન્ડ કેબલ માટે PGVCLએ મંજૂરી આપી

રાજકોટ લોકમેળાને લઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે,પીજીવીજીસીએલ દ્રારા અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવા માટે મંજૂરી અપાઈ છે.સ્ટોલ અને પ્લોટ ધારકોએ ફિટનેસ સર્ટિ આપવું પડશે જો ફિટનેસ સર્ટિ. નહીં તો વીજ કનેકશન મળશે નહી.

પીજીવીજીસીએલનો એકશન પ્લાન તૈયાર

રાજકોટ લોકમેળાની લઈ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.પ્રથમ વખત લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે તેવી માહિતી પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર જે. બી. ઉપાધ્યાયએ આપી માહિતી આપી છે.

લોકમેળો રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે

સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે ફિઝિબલ ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે.

ટ્રાફિક સમસ્યાને લઈ સ્થળ બદલવાની હતી વિચારણા

વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી હતી. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી હતી.

સ્ટંટબાજો કરે છે અલગ-અલગ સ્ટંટ

રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે.

વર્ષ 1983થી યોજાય છે મેળો

આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.