Amreli: ધોળા દિવસે લૂંટની ઘટના, પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને ઝડપ્યા

દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતીપોલીસે કુલ રૂપિયા 1,73,400નો મુદ્દામાલ જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અમરેલી શહેરમાં નાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં બે દિવસ પહેલા ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવી હતી, ત્યારે હવે ઘટનામાં 4 ઈસમોને ગણતરીની કલાકોમાં અમરેલી LCB ટીમે પકડી પાડ્યા છે. દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી બે દિવસ પહેલા જુના માર્કેટ યાર્ડ સામે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા અને સિમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ, દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈને ઓટો રિક્ષામાં ચારેય ઈસમો ભાગી છુટ્યા હતા, આ અંગે વલ્લભભાઈએ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબનાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી અને આવા ગુન્હેગારોને ઝડપી પાડ્યા અને ચોરી/લુંટમાં ગયેલો પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરી છે. આ રીતે ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અમરેલી LCB પોલીસ ઈન્સપેક્ટર એ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરી અને અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પરના સી.સી.ટી.વી ફુટેજો ચેક કરવામાં આવ્યા અને સી.સી.ટી.વી ફુટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલી ઓટો રીક્ષાના નંબરો મેળવી, તપાસ દરમિયાન ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. ચારેય આરોપીઓને ગુનામાં ઉપયોગ કરેલી ઓટો રીક્ષા તથા ચીલઝડપમાં ગયેલી રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ અને ઉંમર 1. રાજેન્દ્ર રૂપસીંગ ધાધલ, ઉંમર 32 2. ધનસીંગ રામસીંગ સોલંકી, ઉંમર 19 3. સન્ની ભીમસીંગ પરમાર, ઉંમર 22 4. ધનસીંગ છોટુભાઈ ડાભી, ઉંમર 20 આ સાથે જ ચારેય આરોપીઓ પાસેથી 98,400 રોકડા તથા એક CNG રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-10-TW-3687 છે અને કિંમત રૂપિયા 70,000 છે તથા એક 5000ની કિંમતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,73,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Amreli: ધોળા દિવસે લૂંટની ઘટના, પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી
  • પોલીસે કુલ રૂપિયા 1,73,400નો મુદ્દામાલ જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી
  • અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

અમરેલી શહેરમાં નાના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં બે દિવસ પહેલા ધોળા દિવસે લૂંટ ચલાવવામાં આવી હતી, ત્યારે હવે ઘટનામાં 4 ઈસમોને ગણતરીની કલાકોમાં અમરેલી LCB ટીમે પકડી પાડ્યા છે.

દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી

બે દિવસ પહેલા જુના માર્કેટ યાર્ડ સામે આવેલી અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાં અજાણ્યા ઈસમો આવી પહોંચ્યા હતા અને સિમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઈને અંદર લઈ જઈ, દુકાનના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂપિયા 98,400ની ચીલ ઝડપ કરી હતી અને ત્યારબાદ વલ્લભભાઈને ધક્કો મારી પછાડી દઈને ઓટો રિક્ષામાં ચારેય ઈસમો ભાગી છુટ્યા હતા, આ અંગે વલ્લભભાઈએ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબનાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી અને આવા ગુન્હેગારોને ઝડપી પાડ્યા અને ચોરી/લુંટમાં ગયેલો પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરી છે.

આ રીતે ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

અમરેલી LCB પોલીસ ઈન્સપેક્ટર એ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપીઓ અંગે તપાસ હાથ ધરી અને અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પરના સી.સી.ટી.વી ફુટેજો ચેક કરવામાં આવ્યા અને સી.સી.ટી.વી ફુટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલી ઓટો રીક્ષાના નંબરો મેળવી, તપાસ દરમિયાન ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. ચારેય આરોપીઓને ગુનામાં ઉપયોગ કરેલી ઓટો રીક્ષા તથા ચીલઝડપમાં ગયેલી રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓના નામ અને ઉંમર

1. રાજેન્દ્ર રૂપસીંગ ધાધલ, ઉંમર 32

2. ધનસીંગ રામસીંગ સોલંકી, ઉંમર 19

3. સન્ની ભીમસીંગ પરમાર, ઉંમર 22

4. ધનસીંગ છોટુભાઈ ડાભી, ઉંમર 20

આ સાથે જ ચારેય આરોપીઓ પાસેથી 98,400 રોકડા તથા એક CNG રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-10-TW-3687 છે અને કિંમત રૂપિયા 70,000 છે તથા એક 5000ની કિંમતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,73,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.