Ahmedabad: બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ, પોલીસ ઘટના સ્થળે દોડી આવી

પાણીની સમસ્યાને લઈને બાવળા-ધોળકા માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યોરત્નદીપ સોસાયટીના રહીશો અને બળિયાદેવ સ્લમ વિસ્તારના રહીશો જોડાયા સ્થાનિકોની સમસ્યાની રજૂઆત બાવળા મામલતદારને કરવામાં આવી અમદાવાદના બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. બાવળા ધોળકા માર્ગ પર આવેલી રત્નદીપ સોસાયટી અને બળીયાદેવ સ્લમ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે રસ્તા પર લાંબો ચક્કાજામ કરવામાં આવતા બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઓછો કરવાની કામગીરી શરૂ કરી હતી, ઉલ્લેખનીય છે કે આ અંગેની રજૂઆત બાવળા મામલતદારને પણ કરવામાં આવી છે. દ્વારકાથી 5 કિલોમીટર દુર 10 એસટી બસ મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ દ્વારકાથી અંદાજે 5 કિલોમીટર દૂર 10 એસટી બસો મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ છે અને એસટી બસમાં મુસાફરો દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલા ખોડિયાર માતાજી મંદિર ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને અંદાજે પાંચ વાગ્યાની આસપાસ 10 એસટી બસ મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ છે. ત્યારે તંત્રને અપીલ કરતાં મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિરમગામમાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ વિરમગામ શહેરમાં ઉપરવાસના વરસાદી પાણીથી અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 1000 અસરગ્રસ્તોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. વિરમગામ વહીવટી તંત્ર સહિત સામાજીક સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા લોકોને રહેવા જમવાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ, હાસલપુર જીઆઇડીસી કોમ્પ્લેક્સ, તાલુકાના કોકતા, રૂપાવટી, જેજરા, ભોજવા, રંગપુર સહિતના ગામોમાં સ્થાપિત સેવાભાવી લોકો દ્વારા અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જૂની મિલની ચાલી વિસ્તારમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, સાથે પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.

Ahmedabad: બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ, પોલીસ ઘટના સ્થળે દોડી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણીની સમસ્યાને લઈને બાવળા-ધોળકા માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો
  • રત્નદીપ સોસાયટીના રહીશો અને બળિયાદેવ સ્લમ વિસ્તારના રહીશો જોડાયા
  • સ્થાનિકોની સમસ્યાની રજૂઆત બાવળા મામલતદારને કરવામાં આવી

અમદાવાદના બાવળા-ધોળકા માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. બાવળા ધોળકા માર્ગ પર આવેલી રત્નદીપ સોસાયટી અને બળીયાદેવ સ્લમ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે.

બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી

ત્યારે રસ્તા પર લાંબો ચક્કાજામ કરવામાં આવતા બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઓછો કરવાની કામગીરી શરૂ કરી હતી, ઉલ્લેખનીય છે કે આ અંગેની રજૂઆત બાવળા મામલતદારને પણ કરવામાં આવી છે.

દ્વારકાથી 5 કિલોમીટર દુર 10 એસટી બસ મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ

દ્વારકાથી અંદાજે 5 કિલોમીટર દૂર 10 એસટી બસો મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ છે અને એસટી બસમાં મુસાફરો દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલા ખોડિયાર માતાજી મંદિર ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને અંદાજે પાંચ વાગ્યાની આસપાસ 10 એસટી બસ મુસાફરો સાથે હાઈવે રોડ પર ફસાઈ છે. ત્યારે તંત્રને અપીલ કરતાં મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિરમગામમાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

વિરમગામ શહેરમાં ઉપરવાસના વરસાદી પાણીથી અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 1000 અસરગ્રસ્તોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. વિરમગામ વહીવટી તંત્ર સહિત સામાજીક સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા લોકોને રહેવા જમવાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ, હાસલપુર જીઆઇડીસી કોમ્પ્લેક્સ, તાલુકાના કોકતા, રૂપાવટી, જેજરા, ભોજવા, રંગપુર સહિતના ગામોમાં સ્થાપિત સેવાભાવી લોકો દ્વારા અસરગ્રસ્તોને આશરો આપવામાં આવ્યો છે. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જૂની મિલની ચાલી વિસ્તારમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, સાથે પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.