Rajkot : 7 AC બસને સાંસદ-ધારાસભ્યોએ બતાવી લીલી ઝંડી, મુસાફરોને મળશે વધુ આરામદાયક મુસાફરી

Aug 23, 2025 - 19:30
Rajkot : 7 AC બસને સાંસદ-ધારાસભ્યોએ બતાવી લીલી ઝંડી, મુસાફરોને મળશે વધુ આરામદાયક મુસાફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સાંસદ પુરુષોતમ રૂપાલા તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવી 7 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી બસનું પૂજન કર્યું હતું.

7 બસથી 16 ટ્રીપનું દૈનિક સંચાલન કરાશે

આ સાથે જ બસનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક જે. બી. કલોતરા, ડેપો મેનેજર એન. વી. ઠુમ્મર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લોકાર્પિત થયેલી 7 બસથી 16 ટ્રીપ અને 4046 કિલોમીટરનું દૈનિક સંચાલન થવા પામશે. આ બસનું રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. 304 (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ. 544 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) રહેશે.

ટૂંક સમયમાં વધુ બસ ફાળવવામાં આવશે

જ્યારે રાજકોટથી દીવનું ભાડું રૂ. 579 (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર જનતાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુસર એસ.ટી. નિગમ દ્વારા 100 એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન છે, જે પૈકી હાલમાં 7 બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં અન્ય 25-30 જેટલી એ.સી. બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0