Surat: SOG પોલીસે હત્યાના પ્રયાસના 18 વર્ષથી ફરાર આરોપીને દબોચી લીધો, ફિલ્મી સ્ટાઈલમાં કરાયું હતું ફાયરિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે વર્ષ 2007 માં હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપી રાજુને ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો છે. વર્ષો પહેલા થયેલા આ ગુનામાં આરોપી રાજુ અને તેના સાથી મિત્ર વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં રાજુ બાઇક ચલાવતો હતો અને વિનોદે ગોળીબાર કર્યો હતો.
સુરતમાં હત્યાના પ્રયાસનો આરોપી ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વર્ષ 2007 માં બન્યો હતો. આરોપી રાજુ અને તેના સાથી વિનોદે અંગત અદાવતમાં ફરિયાદી ગૌતમ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. હુમલાના દિવસે, આરોપી રાજુ મોટરસાયકલ ચલાવી રહ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા આરોપી વિનોદે ફરિયાદી ગૌતમ ઉપર જીવલેણ ફાયરિંગ કર્યું હતું. જોકે, નસીબજોગે ગોળી ગૌતમના કાન પાસેથી સહેજ અડીને પસાર થતાં તે બચી ગયો હતો. ફાયરિંગ થતાં જ લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે ગૌતમને પકડી પાડ્યો હતો. આ ઘટનાનો લાભ લઈને આરોપી રાજુ બાઇક મૂકીને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો, જ્યારે વિનોદ અગાઉ જ પકડાઈ ગયો હતો. ત્યારથી રાજુ પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો.
2007માં હત્યાનો કર્યો હતો પ્રયાસ
તાજેતરમાં, સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે રાજુ શહેરમાં જ ક્યાંક છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને લાંબા સમયથી વોન્ટેડ આરોપી રાજુને ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે હત્યાના પ્રયાસના આ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપી રાજુનો કબજો કાયદેસરની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 18 વર્ષ બાદ આરોપીની ધરપકડ થતાં આ જૂના કેસમાં ન્યાયની આશા જાગી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

