Kutchમાં e-KYC ના કરાવનારા 2,28,349 લોકોનું અનાજ હાલ પૂરતું કરાયું બ્લોક

May 27, 2025 - 19:30
Kutchમાં e-KYC ના કરાવનારા 2,28,349 લોકોનું અનાજ હાલ પૂરતું કરાયું બ્લોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં નોંધાયેલા ૨,૭૧,૪૧૧ પરમિટ ધારકોના ૧૧,૬૭,૫૩૪ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સસ્તા અનાજની દુકાનેથી નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ પરમિટ ધારકનાં તમામ સભ્યોને ઇ-કેવાયસી કરાવવાનાં હોવાથી ૯,૩૯,૧૮૫ સભ્યોએ ઇ-કેવાયસી કરાવી લીધું છે. જ્યારે ૨,૨૮,૩૪૯ લોકોનું ઇ-કેવાયસી બાકી હોવાથી તેઓનો અનાજનો જથ્થો બ્લોક કરવામાં આવ્યો છે. કુલ ૧૯.૫૬ ટકા લોકોનાં હજુ પણ ઇ-કેવાયસી કરવાના બાકી બોલી રહ્યા છે.

સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી નિઃશુલ્ક અનાજનું વિતરણ

ગરીબ અને મધ્યમવર્ગને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી નિઃશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં દસ તાલુકામાં નોંધાયેલા પરમિટ ધારકો પર નજર કરવામાં આવે તો લખપત તાલુકામાં ૧૨,૫૦૫ પરમિટ ધારકોનાં ૫૦,૭૩૫ સભ્યો, રાપર તાલુકાનાં ૨૯,૮૮૦ પરમિટ ધારકોનાં ૧,૨૯, ૭૪૯ સભ્યો, ભચાઉ તાલુકાનાં ૨૪,૮૬૦ પરમિટ ધારકોનાં ૧,૦૨,૧૭૧ સભ્યો, અંજાર તાલુકાનાં ૨૨,૬૭૦ પરમિટ ધારકોનાં ૯૬,૪૩૯ સભ્યો, ખાવડાનાં ૯,૬૬૮ પરમિટ ધારકોનાં ૪૧,૧૩૭ સભ્યો, નખત્રાણા તાલુકાનાં ૨૫,૪૦૨ પરમિટ ધારકોનાં ૧,૧૬,.૫૩૨ સભ્યો, અબડાસા તાલુકાનાં ૨૧,૦૬૧ પરમિટ ધારકોનાં ૯૬,૦૮૬ સભ્યો, માંડવી તાલુકાનાં ૩૦,૩૩૪ પરમિટ ધારકોનાં ૧,૩૫,૩૯૭ સભ્યો, મુન્દ્રા તાલુકાનાં ૧૮,૩૬૭ પરમિટ ધારકોનાં ૮૦,૬૭૮ સભ્યો, ગાંધીધામ તાલુકાનાં ૨૮,૬૧૩ પરમિટ ધારકોનાં ૧,૦૬,૮૭૫ સભ્યો, ભુજ તાલુકાનાં ૨૩,૪૯૨ પરમિટ ધારકોનાં ૧,૦૬,૫૨૮ સભ્યો અને ભુજ શહેરનાં ૨૪,૬૫૯ પરમિટ ધારકોનાં ૧,૦૫,૦૦૭ સભ્યોને અન્ન આપવામાં આવે છે.

4 માસથી ચાલી રહી છે કામગીરી

ત્યારે પરમિટ સાથે તેમાં નોંધાયેલા સભ્યોનું આધાર કાર્ડ પરમિટ સાથે લિંક કરાવવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા ચારેક માસથી કચ્છ જિલ્લામાં ૨,૭૧,૪૧૧ પરમિટ ધારકોનાં ૧૧,૬૭,૫૩૪ સભ્યોમાંથી ૯,૩૯,૧૮૫ સભ્યોનું આધાર કાર્ડ પરમિટ સાથે લિંક થઇ ગયું છે. તેમ છતાં રાપરમાં ૩૧,૫૯૨, ભુજમાં ૨૫,૪૪૯, ભુજ(શહેર)માં ૨૩,૭૩૮, ખાવડામાં ૯,૧૦૧, ગાંધીધામમાં ૨૩,૪૬૬, નખત્રાણામાં ૨૩,૫૦૫, ભચાઉમાં ૨૦,૦૯૯, અબડાસામાં ૧૭,૫૮૨, લખપતમાં ૮,૫૫૭, અંજારમાં ૧૪,૯૫૧, માંડવીમાં ૧૯,૩૬૯ અને મુન્દ્રામાં ૧૦,૯૪૦ મળીને કુલ ૨,૨૮,૩૪૯ લોકોનું ઇ-કેવાયસી કરવાનું બાકી છે. ચારેક માસનો સમયગાળો આપ્યો છતાં પરમિટ ધારકોએ પોતાનાં સભ્યોનાં ઇ-કેવાયસી ન કરાવતા હોવાથી તંત્ર દ્વારા તેઓનાં અનાજનો જથ્થો હાલ સ્થગિત કરવામાં આવતાં લોકો ઇ-કેવાયસી કરાવવા માટે મામલતદાર સહિતની કચેરીઓમાં લાઇનો લગાવી રહ્યા છે. તો સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પણ પરમિટ ધારકોને ઈ-કેવાયસી કરાવવી લેવા માટે સમજણ આપવામાં આવી રહી છે.

૦થી ૫ વર્ષના બાળકોનાં ઈ-કેવાયસીમાં અસમંજસ

સરકાર દ્વારા પરમિટ ધારકોમાં નોંધાયેલા સભ્યો પૈકી જે સભ્યોના ઇ-કેવાયસી હશે તેવા સભ્યોની ગણતરી કરીને સસ્તા અનાજની દુકાનેથી રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે ૧૦૦ ટકા ઇ-કેવાયસી જરૂરી બની ગયું છે, પરંતુ હાલે ૦થી૫ વર્ષના બાળકો માટે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, બાળકોનાં ફિંગર નાના હોય તેમજ ચહેરો પણ અસ્પષ્ટ હોવાને કારણે ઇ-કેવાયસી કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

પરમિટ ધારકોને જૂન માસમાં બે મહિનાનું રાશન અપાશે

સરકાર દ્વારા આ વખતે મે માસમાં મે અને જૂન માસનું રાશન વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માસનાં પ્રથમ ૧૫ દિવસ મે માસનું અને બાકીનાં ૧૫ દિવસ જૂન માસનું રાશન પરમિટ ધારકોને અપાયું હતું. આ જ રીતે હવે જૂન માસમાં પણ પરમિટ ધારકોને જુલાઇ અને ઓગસ્ટ માસનું રાશન અપાશે. એટલે કે, એક માસમાં બે માસનું રાશન અપાશે. તેમાં પણ પ્રથમ ૧૫ દિવસ જુલાઇ માસનું અને બાકીનાં ૧૫ દિવસ ઓગસ્ટ માસનું રાશન પરમિટ ધારકોને અપાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0