Gandhinagar: રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા પૂર્ણ, AIની મદદથી મોનિટરિંગ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યભરની 33 જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાલી પડેલી કુલ 2,389 રેવન્યુ તલાટીની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રીલિમ પરીક્ષા ગત તારીખ 15મી સપ્ટેમ્બરના રોજ લેવાયા બાદ, હવે મુખ્ય પરીક્ષા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા પૂર્ણ
રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ પરીક્ષા માટે ગાંધીનગર અને અમદાવાદ ખાતે કુલ 66 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં રાજ્યભરના 12,179 ઉમેદવારોએ ભાગ લીધો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, આ લેખિત પરીક્ષામાં પારદર્શિતા અને ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષાના ઇતિહાસમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. AIની મદદથી દરેક ઉમેદવારની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ત્રણ દિવસ ચાલી લેખિત પરીક્ષા
પરીક્ષાનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે ગાંધીનગરથી તમામ ૬૬ કેન્દ્રોનું સેન્ટ્રલાઇઝ્ડ સીસીટીવી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં બેઠેલા નિષ્ણાતોની ટીમ દ્વારા તમામ સેન્ટરો પરની લાઇવ ફૂટેજ પર સતત નજર રાખવામાં આવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતાને નકારી શકાય.મુખ્ય પરીક્ષા પૂર્ણ થતાં હવે ઉમેદવારો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં રેવન્યુ તલાટીની ભરતી થવાથી કચેરીઓના વહીવટી કામોને નવી ગતિ મળશે.
What's Your Reaction?






