Narmada:સેલંબામાં દિવાળી ટાણે જ રોડની કામગીરીથી વેપારીઓમાં રોષ

Oct 18, 2025 - 02:00
Narmada:સેલંબામાં દિવાળી ટાણે જ રોડની કામગીરીથી વેપારીઓમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા જિલ્લાના વેપારી મથક સેલંબા ખાતે દિવાળીની ઘરાકીના સમયે જ બજારમાં આરસીસી રસ્તો બનાવવાની શરૂઆત કરાતા આખો રસ્તો બ્લોક થઇ ગયો છે અને તેનાથી ગ્રાહકો સંખ્યામાં પણ ઘટાડો થતાં સેલંબાની વેપારીઓની દિવાળી બગડી છે.

સેલંબા નર્મદા જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક છે. સેલંબા ખાતે આખા નર્મદા જિલ્લામાંથી લોકો ખરીદી માટે આવતા હોવાથી અહી મોટી બજાર છે અને લગભગ તમામ વસ્તુઓની દુકાનો અહી આવેલી છે. પરંતુ બજારમાં રસ્તો ખખડધજ હોવાથી લોકોને પરેશાની વેઠવી પડતી હતી અને ધૂળ ઉડતી હોવાથી દુકાનોમાં માલસામાન ખરાબ થવા ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થયુ હતું. આ અંગે સ્થાનિક લોકોએ અને વેપારીઓ વારંવાર રજૂઆત કરતા આખરે સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચના પ્રયાસોથી રૂા.1.05 કરોડના ખર્ચે સેલંબાના વિવિધ માર્ગો ઉપર આર.સી.સી. નો રસ્તો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

પરંતુ સમસ્યા એ ઉભી થઇ છે કે દિવાળી પર્વ છે. લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે તેવા સમયે આર.સી.સી. રોડ બનાવવાનું મટીરીયલ રેતી,કપચી અને સિમેન્ટના ઢગલા કરી દેવામાં આવ્યા છે. જેને કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો છે.જેનાથી પરેશાન થઇને લોકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે ઘરાકીમાં ભારે ઘટાડો થતા વેપારીઓની દિવાળી બગડે તેવી સ્થિતિ આવી છે. કોન્ટ્રાક્ટરની આ પ્રકારની નિતિ સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગેરકાયદે દબાણો હટાવવા માગ

બજારમાં ગેરકાયદે દબાણો દૂર કર્યા વિના આર.સી.સી. રસ્તો બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઇ છે. સેલંબામાં જમાદાર ફળિયામાં રસ્તો બિસ્માર હાલત છે. રસ્તો નામશેષ થઇ ગયો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0