Narmada:GSTમાં સુધારા અંગે રાજપીપળા ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજપીપળા ભાજપા કાર્યલય કમલમ ખાતે જીએસટીમાં કરાયેલા સુધારા અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશ આર્થિક ઉન્નતિ કરી રહ્યો છે, જેમાં ટેક્સ રિફોર્મ ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. એમાં પણ GST 2.0 દ્વારા દેશવાસીઓને રાહત મળી છે.
આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની વિશેષઉપસ્થિતમાં યોજાયુ. આ સંમેલનમાં સૌ પ્રબુદ્ધજનોને GST વિશે માહિતી આપી હતી તથા સ્વદેશીતા સાથે આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી હતી.
What's Your Reaction?






