Bhavnagar News: ઘોઘાની યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે વાત કરવાની મળી મોતની સજા, માતા અને ભાઈએ હત્યા કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર ના ઘોઘા તાલુકા ના ભીકડા ગામે રહેતી યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે વાત કરવાની મોતની સજા મળી છે.ભીકડા ગામે ભડીયા વિસ્તાર માં રહેતી શ્રમિક પરિવારની યુવતીને સિહોરના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે સોશિયલ મીડિયામાં તેની સાથે વાતો કરતી હતી. જે તેની માતા અને ભાઈને પસંદ નહોતુ જેથી તેઓ યુવતીને વારંવાર ઠપકો આપતા હતાં. યુવતી ત્યાર બાદ પણ યુવક સાથે વાતો કરતા ઝડપાઈ જતાં માતા અને ભાઈએ મળીને તેની હત્યા કરી તેનો મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો હતો.
હત્યામાં સંડોવાયેલા માતા પુત્રને ઝડપી લેવાયા
પોલીસને યુવતીનો મૃતદેહ મળી આવતા હત્યાની શંકાના આધારે તપાસ હાથ ધરી પરિવારની પૂછપરછ કરાતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. વરતેજ પોલીસે હત્યામાં સંડોવાયેલા માતા પુત્રને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે. ગત 18 ઓક્ટોબરે હિંમતભાઈ સરવૈયાની દીકરી પારૂલ ઘરની પાછળ આવેલા ચેકડેમ પાસે કુદરતી હાજતે ગઈ હતી. ત્યાર બાદ તે ઘરે પરત ફરી નહોતી. 19 ઓક્ટોબરે તેનો મૃતદેહ ચેકડેમમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શરીર પર છરીના ઘાની ઈજાઓ જણાઈ આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
પરિવારને યુવતીનો પ્રેમ સંબંધ પસંદ નહોતો
પોલીસે આ હત્યા બાદ યુવતીના પરિવાર સાથે પુછપરછ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે પારૂલબેન છેલ્લા એક વર્ષ થી શિહોરના વિવેક નામના યુવક સાથે સંપર્કમાં હતી.પરિવારજનોને આ સંબંધ પસંદ ન હોવાથી પારૂલને વારંવાર સમજાવવામાં આવી હતી.તે વિવેક સાથે લગ્ન કરવા અડગ હતી.આ વાતને લઈને ઘરમાં વિવાદ થયો હતો.ત્યારે ગુસ્સામાં યુવતીની માતા અને ભાઈએ તેની હત્યા કરી નાંખી હતી અને તેના મૃતદેહને ચેકડેમમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં વરતેજ પોલીસે માતા અને ભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

