Vadodara : પોલીસ દિવાળી કરતી હતી અને રણોલીમાં SMCનો દરોડો, પેટ્રોલ-ડિઝલ ચોરીના મોટા કૌંભાડનો પર્દાફાશ, 4 પકડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલીમાં અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસે પેટ્રોલ અને ડિઝલની ચોરી કરવાના મોટા કૌંભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. ગત રાત્રીએ એસએમસીએ બાતમીના આધારે દરોડો પાડીને ચાર શખ્સને પેટ્રોલ ડિઝલની ચોરી કરતા ઝડપી પાડ્યા હતા અને 18.45 લાખનો ચોરીનો પેટ્રોલ ડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતા તત્વો ફરી સક્રિય
વડોદરાના રણોલી સહિતના વિસ્તારમાં મોટા પાયે પેટ્રોલ ડિઝલ ચોરી કરતા તત્વો સક્રિય છે ત્યારે દિવાળીના તહેવારોમાં વડોદરા પોલીસ શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે વ્યસ્ત છે તેનો લાભ ઉઠાવીને પેટ્રોલ અને ડિઝલની ચોરી કરતા તત્વો ફરી સક્રિય થયા હતા. ભાઇબીજની રાત્રે આ તત્વો ફરીથી પેટ્રોલ ચોરી કરી રહેલા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.
અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં દરોડો
એસએમસીની ટીમે ગુરુવારે મોડી રાત્રે રણોલીમાં જય નારાયણ એસ્ટેટમાં આવેલી અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરોમાંથી પેટ્રોલ ડિઝલની ચોરી કરતા ચાર શખ્સ ઝડપાઇ ગયા હતા. 4425415 રુપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી ચોરીનો 20545 લિટર પેટ્રોલ ડિઝલનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત 1848445 રુપિયા થવા જાય છે. એસએમસીની ટીમે 4 મોબાઇલ તથા 3 વાહનો મળીને કુલ 4425415 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નામચીન સકીલ સામુનભાઇ રંગવાલા ઝડપાયો
પોલીસે સ્થળ પરથી નામચીન સકીલ સામુનભાઇ રંગવાલા (રહે, ફતેગંજ) તથા મિથીલેશ લાલબહાદુર યાદવ (રહે, રણોલી) તથા વિપુલ સુરસિંહ પરમાર (રહે મિરસાપુરા) તથા દિનેશ રામ કૈલાશ યાદવ (ટેન્કર ચાલક) ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે પેટ્રોલ ડિઝલ ચોરીના કૌંભાડનો માસ્ટરમાઇન્ડ સકીલ રંગવાલા છે અને બાકીના 2 તેના નોકરો છે. સકીલ રંગવાલા ગુનાહિત ભુતકાળ ધરાવે છે. ટેન્કર ઉભુ રાખી પેટ્રોલ ડિઝલનો જથ્થો ચોરી લેતા
પોલીસે કહ્યું કે આ શખ્સ આઓસીએલમાંથી નિકળતી ટેન્કરો બારોબાર રસ્તામાં ટેન્ટર ચાલક સાથે સેટીંગ કરીને અવાવરું સ્થળે ટેન્કર ઉભુ રાખી પેટ્રોલ ડિઝલનો જથ્થો ચોરી લેતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

