Railway: કોરોનામાં બંધ કરાયેલી 22 મેમુ ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી દોડશે

અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી કરાશે શરૂ સાબરમતી-મહેસાણા મેમુ ટ્રેન ફરી કરાશે શરૂ સ્પેશિયલ ટ્રેનમાં વસૂલ કરાતો રૂ.20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો કોરોનામાં બંધ કરાયેલી અમદાવાદ-વડોદરા, સાબરમતી-મહેસાણા સહિત 22 મેમુ, ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી શરૂ થશે,અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી આ તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે.કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું. બંધ કરાયેલી ટ્રેન ફરી દોડશે કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું. જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબર સાથે શરૂ કરાઈ હતી. હવે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને 1 જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે. અમદાવાદ ડિવિઝનનો મોટો નિર્ણય અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી 22 પેસેન્જર, ડેમુ, મેમુ સ્પેશ્યલ ટ્રેનો ટ્રેનો હવે 1 જુલાઈથી નિયમિત નંબર સાથે શરૂ કરાશે.રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાના ફેલાવાને રોકવા માટે ટ્રેનોને અસ્થાયી ધોરણે બંધ કરાઈ હતી. મહામારી ઘટતા જરૂરી રૂટ પર કેટલીક ટ્રેનોને 0 નંબર આપીને સંચાલન શરૂ કરાયું હતું. સ્પેશિયલ ટ્રેનમાં વસૂલ કરાતો રૂ.20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો : પેસેન્જરો પાસે રેગ્યુલર ભાડા ઉપરાંત સ્પેશિયલ ચાર્જ તરીકે રૂ.20 વધુ વસૂલ કરાતો હતો. મુસાફરો માટે મહત્વનો નિર્ણય પરિસ્થિતિ રેગ્યુલર થયા બાદ તેમજ લાંબા અંતરની તમામ ટ્રેનો શરૂ થયા બાદ પણ રેલવેએ વધારાનો ચાર્જ વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. જેને બંધ કરવા માટે અમદાવાદ સહિત દેશભરના વિવિધ એસોસિએશન તેમજ પેસેન્જરો દ્વારા સતત માગણી કરવામાં આવી હતી. રેલવેએ 21 ફેબ્રુઆરીથી સ્પેશિયલ ચાર્જ વસૂલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જાણો કઈ ટ્રેન ફરી શરૂ કરાશે 69191 આણંદ-ગાંધીનગર મેમુ 69192 ગાંધીનગર- આણંદ મેમ 69101 વડોદરા-અમદાવાદ મેમુ 69102 અમદાવાદ-વડોદરા મેમુ 69113 વડોદરા-અમદાવાદ મેમ 69114 અમદાવાદ-વડોદરા મેમુ 69107 વડોદરા-અમદાવાદ મેમુ 69108 અમદાવાદ-વડોદરા મેમુ 79435 સાબરમતી-પાટણ ડેમુ 79436 પાટણ-સાબરમતી ડેમુ 69129 આણંદ-અમદાવાદ મેમુ 69130 અમદાવાદ-આણંદ મેમુ 79401 અસારવા-હિંમતનગર ડેમુ 79402 હિંમતનગર-અસારવા ડેમુ 79431 સાબરમતી-મહેસાણા ડેમુ 79432 મહેસાણા-સાબરમતી ડેમુ 79433 સાબરમતી-પાટણ ડેમ 79434 પાટણ-સાબરમતી ડેમુ 79437 મહેસાણા-આબુ રોડ ડેમુ 79438 આબુ રોડ-મહેસાણા ડેમુ 69185 અમદાવાદ-વિરમગામ મેમુ 69186 વિરમગામ-અમદાવાદ મેમુ

Railway: કોરોનામાં બંધ કરાયેલી 22 મેમુ ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી કરાશે શરૂ
  • સાબરમતી-મહેસાણા મેમુ ટ્રેન ફરી કરાશે શરૂ
  • સ્પેશિયલ ટ્રેનમાં વસૂલ કરાતો રૂ.20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો

કોરોનામાં બંધ કરાયેલી અમદાવાદ-વડોદરા, સાબરમતી-મહેસાણા સહિત 22 મેમુ, ડેમુ ટ્રેન 1 જુલાઈથી ફરી શરૂ થશે,અત્યાર સુધી સ્પેશિયલ ટ્રેનના નામે દોડાવાતી આ તમામ ટ્રેન નિયમિત નંબર સાથે દોડાવવાનો નિર્ણય કરાયો છે.કોરોના મહામારી શરૂ થયા બાદ અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું.

બંધ કરાયેલી ટ્રેન ફરી દોડશે

કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું. જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબર સાથે શરૂ કરાઈ હતી. હવે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને 1 જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે.

અમદાવાદ ડિવિઝનનો મોટો નિર્ણય

અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી 22 પેસેન્જર, ડેમુ, મેમુ સ્પેશ્યલ ટ્રેનો ટ્રેનો હવે 1 જુલાઈથી નિયમિત નંબર સાથે શરૂ કરાશે.રેલવે અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાના ફેલાવાને રોકવા માટે ટ્રેનોને અસ્થાયી ધોરણે બંધ કરાઈ હતી. મહામારી ઘટતા જરૂરી રૂટ પર કેટલીક ટ્રેનોને 0 નંબર આપીને સંચાલન શરૂ કરાયું હતું. સ્પેશિયલ ટ્રેનમાં વસૂલ કરાતો રૂ.20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો : પેસેન્જરો પાસે રેગ્યુલર ભાડા ઉપરાંત સ્પેશિયલ ચાર્જ તરીકે રૂ.20 વધુ વસૂલ કરાતો હતો.

મુસાફરો માટે મહત્વનો નિર્ણય

પરિસ્થિતિ રેગ્યુલર થયા બાદ તેમજ લાંબા અંતરની તમામ ટ્રેનો શરૂ થયા બાદ પણ રેલવેએ વધારાનો ચાર્જ વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. જેને બંધ કરવા માટે અમદાવાદ સહિત દેશભરના વિવિધ એસોસિએશન તેમજ પેસેન્જરો દ્વારા સતત માગણી કરવામાં આવી હતી. રેલવેએ 21 ફેબ્રુઆરીથી સ્પેશિયલ ચાર્જ વસૂલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

જાણો કઈ ટ્રેન ફરી શરૂ કરાશે

69191 આણંદ-ગાંધીનગર મેમુ

69192 ગાંધીનગર- આણંદ મેમ

69101 વડોદરા-અમદાવાદ મેમુ

69102 અમદાવાદ-વડોદરા મેમુ

69113 વડોદરા-અમદાવાદ મેમ

69114 અમદાવાદ-વડોદરા મેમુ

69107 વડોદરા-અમદાવાદ મેમુ

69108 અમદાવાદ-વડોદરા મેમુ

79435 સાબરમતી-પાટણ ડેમુ

79436 પાટણ-સાબરમતી ડેમુ

69129 આણંદ-અમદાવાદ મેમુ

69130 અમદાવાદ-આણંદ મેમુ

79401 અસારવા-હિંમતનગર ડેમુ

79402 હિંમતનગર-અસારવા ડેમુ

79431 સાબરમતી-મહેસાણા ડેમુ

79432 મહેસાણા-સાબરમતી ડેમુ

79433 સાબરમતી-પાટણ ડેમ

79434 પાટણ-સાબરમતી ડેમુ

79437 મહેસાણા-આબુ રોડ ડેમુ

79438 આબુ રોડ-મહેસાણા ડેમુ

69185 અમદાવાદ-વિરમગામ મેમુ

69186 વિરમગામ-અમદાવાદ મેમુ