PM Narendra Modiએ રાજયમાં પૂરને લઈ CMભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
રાજયમાં પૂરની પરિસ્થિતિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેળવી માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે PMએ કરી ટેલિફોનિક વાતચીત રાહત-બચાવ કામગીરીની PMએ મેળવી વિગતો ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે. 206 જળાશયો 100 ટકા ભરાયારાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૦૦% ભરાઈ ગયા હોય તેવા ૫૯ જળાશયો છે. ૭૨ જળાશયો હાઈ એલર્ટ પર અને ૨૨ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા ૯ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને ૭ નદીઓ ઓવરફ્લો થઈ છે.સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮.૭૪% એટલે કે ૨,૯૬,૪૫૯ MCFT પાણીનો જથ્થો છે.મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે. 6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી. કલેકટરો સાથે વાત કરી તાગ મેળવ્યો મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટાઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજયમાં પૂરની પરિસ્થિતિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેળવી માહિતી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે PMએ કરી ટેલિફોનિક વાતચીત
- રાહત-બચાવ કામગીરીની PMએ મેળવી વિગતો
ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પૂરની પરિસ્થિતિને લઈ તમામ માહિતીઓ મેળવાઈ રહી છે,આજે તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વરસાદને લઈ તાગ મેળવ્યો હતો,પીએ મોદીએ ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ કરવા ખાતરી આપી છે.પીએમ મોદીએ રાહત બચાવ કામગીરીને લઈને પણ તમામ વિગતો મેળવી છે.
206 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૦૦% ભરાઈ ગયા હોય તેવા ૫૯ જળાશયો છે. ૭૨ જળાશયો હાઈ એલર્ટ પર અને ૨૨ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા ૯ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને ૭ નદીઓ ઓવરફ્લો થઈ છે.સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮.૭૪% એટલે કે ૨,૯૬,૪૫૯ MCFT પાણીનો જથ્થો છે.મુખ્યમંત્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
6977 ગામોમાં સ્થિતિ પૂર્વવત થઈ
સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.મુખ્યમંત્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
કલેકટરો સાથે વાત કરી તાગ મેળવ્યો
મુખ્યમંત્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટાઉદેપુર સહિતના વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સૂચનાઓ આપી હતી.