Surendranagar જિલ્લાનાં સબૂરી ડેમની પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી મુલાકાત
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુળી તાલુકામાં ઉમરડા ગામ ખાતે આવેલા સબૂરી ડેમની મુલાકાત લીધી હતી.આ તકે મંત્રીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોનાં સબૂરી ડેમની ઊંચાઈ અને ઊંડાઈ વધારવા તેમજ સૌની યોજનાથી ભરવા સહિતનાં પ્રશ્નો રસપૂર્વક સાંભળ્યા હતા. સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છેઉમરડા ગામ સહિતનાં આસપાસના ખેડૂતો સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે. જો ડેમને સૌની યોજનાથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇનો સારો લાભ મળી શકે. મંત્રીએ પણ શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીનું સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ ડેમ સાઈટની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.મંત્રીની આ મુલાકાતમાં ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, મૂળી મામલતદાર આર. એમ. પટેલ, સહિત સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પાણી પુરવઠા સુધારણા યોજનાની પણ મુલાકાત લીધી સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીકુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.આ તકે મંત્રીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે ૧૮.૭૧ કરોડનાં ખર્ચે નિર્મિત ૯.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત પાણી પુરવઠા સુધારણા યોજના અન્વયે થયેલી કામગીરી અને પ્રગતિ હેઠળનાં કામોની વિગતો સંબધિત અધિકારીઓ પાસેથી મેળવી સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, થાનગઢ મામલતદાર પાણી પુરવઠા સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુળી તાલુકામાં ઉમરડા ગામ ખાતે આવેલા સબૂરી ડેમની મુલાકાત લીધી હતી.આ તકે મંત્રીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોનાં સબૂરી ડેમની ઊંચાઈ અને ઊંડાઈ વધારવા તેમજ સૌની યોજનાથી ભરવા સહિતનાં પ્રશ્નો રસપૂર્વક સાંભળ્યા હતા.
સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે
ઉમરડા ગામ સહિતનાં આસપાસના ખેડૂતો સબૂરી ડેમ થકી પિયત લઈ રહ્યા છે. જો ડેમને સૌની યોજનાથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇનો સારો લાભ મળી શકે. મંત્રીએ પણ શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા મંત્રીનું સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ ડેમ સાઈટની પણ મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.મંત્રીની આ મુલાકાતમાં ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા, મૂળી મામલતદાર આર. એમ. પટેલ, સહિત સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
પાણી પુરવઠા સુધારણા યોજનાની પણ મુલાકાત લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીકુંવરજીભાઈ બાવળીયાએ થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.આ તકે મંત્રીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે ૧૮.૭૧ કરોડનાં ખર્ચે નિર્મિત ૯.૦૦ એમ.એલ.ડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત પાણી પુરવઠા સુધારણા યોજના અન્વયે થયેલી કામગીરી અને પ્રગતિ હેઠળનાં કામોની વિગતો સંબધિત અધિકારીઓ પાસેથી મેળવી સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, થાનગઢ મામલતદાર પાણી પુરવઠા સહિત સંબંધિત તમામ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.