Ahmedabadના સાઉથ બોપલમાં ધોળા દિવસે લૂંટારૂઓએ જવેલર્સમાં બંદૂકની અણીએ દાગીનાની કરી લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ ને અંજામ આપી પોલીસે સરેઆમ પડકાર ફેક્યો છે.સાઉથ બોપલના મુખ્ય માર્ગ પર આવેલી જવેલર્સને લૂંટારૂએ ટાર્ગેટ બનાવી લૂંટ ને અંજમ આપ્યો છે.પોલીસે કેટલા લાખની લૂંટ થઈ અને ચાર લૂંટારૂ કઈ દિશામાં ભાગ્યા તેની તપાસ શરૂ કરી છે.
પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
તમને કલ્પના પણ નહી હોય તેવો લૂંટનો બનાવ બોપલના જિમખાના રોડ પર બન્યો છે.ધોળા દિવસે પોણા ચાર વાગ્યે કનકપુરા જવેલર્સને ચાર લૂંટારુઓ ટાર્ગેટ બનાવી બંદૂકની અણી એ જવેલર્સના માલિક ભરત સોની અને કર્મીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીના લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર થઈ ગયા છે પરંતુ લૂંટારૂ ફરાર થતાં જાણે પોલીસને તમાચો માર્યો હોય તેમ જાહેર રોડ હથિયાર સાથે લોકોને ડરાવી નાસી છૂટયા છે.જે બાદ તબેલાથી ઘોડા નાસી છૂટયા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
વાહનો દૂર પાર્ક કરીને આવ્યા
લૂંટના બનાવ બાદ પોલીસે જવેલર્સમાં રહેલા સીસીટીવીની તપાસ કરતા ચાર લૂંટારૂઓ હેલ્મેટ અને મોઢા પર બુકાની બાંધી પ્રવેશ કર્યો હતો જેમાં ત્રણ લૂંટારૂ જવેલર્સમાં ઘુસ્યા હતા જેમાં બે લૂંટારૂ બંદૂકની અણી એ બંધક બનાવ્યા હતા અને એક લૂંટારૂ જવેલર્સની બહાર ઊભો હતોજે લોકો અને પોલીસની હિલચાલ પર નજર રાખી રહ્યો હતો.લગભગ 7 થી 8 મિનિટમાં જ્વેલર્સમાં રહેલો સોના ના દાગીના બેગમાં ભરી નાસી છૂટ્યા હતા.મહત્વ નું છે કે લૂંટારૂઓ જ્વેલર્સમાં લૂંટ કરવા ચાલતા આવ્યા હતા જેથી પોલીસને શંકા છે કે આરોપી એ પોતાના વાહન દૂર પાર્ક કરી ને આવ્યા હતા.
પોલીસ માટે મોટો પડકાર
ડોગ સ્કોર્ડથી તપાસ કરતા અંદાજિત 1 કિલોમીટર દૂર સુધી ડોગ સ્કોર્દ પહોચ્યુ હતું ત્યાં એક હેમ્લેટ મળી આવ્યું હતું.જેની સ્મેલ ના આધારે તપાસ કરતા કોઈ વાહન માં ભાગી ગયા હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે..જોકે લૂંટારુઓ પકડી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી લૂંટારૂ ઓ જવેલર્સ માં રહેલ કિમતી દાગીના સાથે મોબાઈલ પણ લૂંટી ગયા છે જેના નંબર ટ્રેસ કરી ને આરોપી પકડવા તજવીજ હાથધરી છે પરંતુ સર જાહેર બનેલી લૂંટની ઘટના એ ફરી એક વખત પોલીસની કામગીર પર સવાલ ઉભા કર્યા છે..અને સૌથી વધુ વિકસી રહેલા બોપલ વિસ્તાર ના નાગરિકોની સુરક્ષા કેટલી? તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.ત્યારે પોલીસ ને પકડકાર ફેકી ફરાર થયેલા લૂંટારૂ પોલીસ હાથે ઝડપાયા છે કે આરોપીઓ અન્ય ગુનાને અંજામ આપે છે તે જોવું રહ્યું.
What's Your Reaction?






