Panchmahal:બેદરકારી બદલ કરાર આધારિત ટેક્નિકલ આસિસ્ટન્ટ ફરજમુક્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાલોલ તાલુકાના ધુસર ગામે મનરેગાના કામો અંગે સ્થાનિક એક અરજદારની રજુઆતને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ હાથ ધરેલી તપાસમાં કામગીરી અધુરી જણાઈ આવતા યોજનાકીય કામોમાં બેદરકારી દાખવતા કાલોલ તાલુકા પંચાયતના મનરેગા યોજનાના કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટને તેની બેદરકારી બદલ ફરજ મુક્ત કરી દીધો છે. તેમજ ગ્રામ પંચાયતના કામોની અમલવારી કરનાર સરપંચ અને કાલોલ ડીડીઓને પણ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે.
કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના થયેલા કામો અંગે સર્જાયેલી ગેરરીતિઓને મામલે સ્થાનિક એક અરજદારની રજુઆતને પગલે કાલોલ તાલુકા પંચાયતના ઈનચાર્જ ટીડીઓએ સ્થળ તપાસ કરી રિપોર્ટ કર્યો હતો તેમ છતાં કામગીરીની પારદર્શિતા માટે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ પણ સ્થળ તપાસ હાથ ધરી હતી અને સમગ્ર સ્થળ તપાસમાં રજૂઆત મુજબની કામગીરી અધુરી જણાતા કામોમાં બેદરકારી દાખવવા બદલ ટીડીઓએ કરેલા રિપોર્ટને આધારે તાલુકા પંચાયતના મનરેગા યોજનાના કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ રિઝવાન દોલ્તીને ફરજ મુક્ત કરી દીધો હતો. તેમજ ગ્રામ પંચાયતના યોજનાકીય કામોના અમલીકરણ માટે સ્થાનિક સરપંચ અને તાલુકાના અમલીકરણ માટે કાલોલ ટીડીઓને નોટીસ આપીને યોગ્ય ખુલાસો રજૂ કરવા જણાવેલ છે. તેમ છતાં સોમવારે એ મનરેગા યોજનાની કચેરીમાં જોવા મળ્યો અને કચેરીના કોમ્પ્યુટરમાંથી કેટલાક ડોક્યુમેન્ટોના પ્રિન્ટ આઉટ પણ લેતો જોવા મળ્યો હતો. જે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જ્યારે આ બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેરે જણાવ્યું હતું કે, ઘુસર ગામની બેદરકારી અને ભોગ બનાવેલ કરાર આધારીત ટેક્નિકલ આસિસ્ટન્ટ તો મનરેગા યોજનામાં એક નાની માછલી છે જેને બધું જૈસે થે હોય તેમ થાળે પાડવા માટે બલિનો બકરો બનાવ્યો છે પરંતુ મોટા મગરમચ્છો અને અધિકારીઓ હજુ આઝાદ છે.
What's Your Reaction?






