Ahmedabad News : અમદાવાદમાં PSI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, સ્થાનિકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં PSI દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે, PSI જયેન્દ્રસિંહ વીરપુરા પીધેલી હાલતમાં ઝડપાયા છે, જયેન્દ્રસિંર વીરપુરા ટ્રાફિક વિભાગમાં બજાવે છે ફરજ અને ચોકી પરથી જ લોકોએ PSIને પીધેલી હાલતમાં ઝડપ્યા છે અને સ્થાનિકોએ હોબાળો કર્યો હતો, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી અને પીએસઆઈને નારોલ પોલીસ સ્ટેશન લવાયા હતા, પીએસઆઈને બચાવવા માટે અન્ય પોલીસ પણ મદદે લાગી હતી.
નારોલ ટ્રાફિક ચોકી પરથી પીધેલી હાલતમાં ઝડપાયા પીએસઆઈ
અમદાવાદમાં પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે, અને શહેરમાં કાયદાના ધજાગરા ઉડયા છે કેમકે રક્ષક જ ભક્ષક બન્યા હોવાની વાત સામે આવી છે, દારૂનો નશો કરીને પીએસઆઈ બહાર ઉભા હતા તે સમયે ઘણા સ્થાનિકોને એવું લાગ્યું કે પીએસઆઈએ નશો કર્યો છે અને લોકોના ટોળેટોળા ઉમટયા હતા ત્યારે પીએસઆઈ પણ આ બાબતમાં બોલાચાલી કરતા હોવાની વાત સામે આવી છે, તો પીએસઆઈનો ટપલીદાવ થાય તે પહેલા જ તેમને ચોકીમાં લઈ જવામાં આવ્યા હતા.
નારોલ ટ્રાફિક ચોકી પરથી દારૂ પીધેલી હાલતમાં લોકોએ ઝડપ્યા
નારોલ વિસ્તારમાં ટ્રાફિકની પોલીસ ચોકી આવેલી છે અને આ ચોકીમાં પીએસઆઈ ફરજ બજાવે છે અને ફરજ દરમિયાન પોલીસના ડ્રેસમાં દારૂ પીધો હોવાની વાત સામે આવી છે, તો પોલીસે આ મામલે ગુનો તો નોંધ્યો છે પણ અમદાવાદ પોલીસનું નાક આ પીએસઆઈએ કાપ્યું છે, એક તરફ દારૂબંધીની વાત છે તો બીજી તરફ પોલીસ જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ છે ત્યારે આ પીએસઆઈને શરમ આવવી જોઈએ કે ચાલુ ફરજ દરમિયાન તેઓ દારૂ પીતા હતા, તો અમદાવાદ ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવા કર્મચારીને સસ્પેન્ડ કરે તે જરૂરી બન્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

