Surat: ડુમ્મસના દરિયા કિનારે નિયમોના ધજાગરા, પ્રતિબંધ હોવા છતાં લોકો ન્હાવા પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે ત્યારે અનેક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુરતના ડુમ્મસના દરિયા કિનારે નિયમોના ધજાગરા ઉડ્યા છે. પ્રતિબંધ હોવા છતાં લોકો દરિયામાં ન્હાવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉનાળાના વેકેશન સમયે પ્રવાસીઓ ડુમ્મસ દરિયા કિનારે ઉમટ્યા છે. વાવાઝોડાના પગલે દરિયામાં વારંવાર કરંટ આવતો હોવાથી તંત્ર દ્વારા પ્રતિબંધ મુકાયો છે. પોલીસ દ્વારા લોકોને દરિયામાં ન જવા માટે અપીલ કરાઈ છે છતાં પણ લોકો નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.
સુરતમાં ડુમ્મસના દરિયા કિનારે નિયમોના ધજાગરા
વાવાઝોડુ આવે એ પહેલા સુરતનો ડુમ્મસ દરિયો ગાંડોતૂર બન્યો હતો પ્રતિબંધ હોવા છતાં લોકો દરિયામાં ન્હાવા પડ્યા અને નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા છે. ઉનાળાનું વેકેશન હોવાની લોકો ડુમ્મસના દરિયા કિનારની મુલાકાતે જતા હોય છે અને તેમાં ન્હાવા પણ પડે છે. આ વખતે વાવાઝોડાની શક્યતાઓને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેથી દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ છે.
દરિયામાં કરંટ હોવાથી તંત્ર દ્વારા મુકાયો છે પ્રતિબંધ
દરિયામાં કરંટ હોવાથી તંત્ર દ્વારા પ્રતિબંધ મુકાયો છે છતાં પણ લોકોએ દરિયામાં ન્હાવા કુદીને નિયમોના ધજાગરા ઉડ્યા છે. પોલીસ દ્વારા લોકોને સમજાવા છતાં લોકો નથી સમજી રહ્યા. ડુમસના દરિયા કિનારેનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.
What's Your Reaction?






