Gandhinagarના ભારત માતા મંદિરના ગેટ સાથે કાર ધડાકાભેર ટકરાઈ, બાળકનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં કાર ધડાકાભેર અથડાવાની ઘટના સામે આવી છે. સેક્ટર 7માં આવેલા ભારત માતા મંદિરના ગેટને કાર ધડાકાભેર ટકરાઈ છે. ત્યારે તે સમયે ગેટ પાસે રમી રહેલા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. હાલમાં આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર ચાલક સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું કાર ચાલકને કોઈ મેડિકલ સમસ્યા થઈ તેના કારણે આ ઘટના ઘટી છે કે અન્ય કોઈ કારણ છે.
અમદાવામાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો ગંભીર અકસ્માત
2 દિવસ પહેલા જ અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકે એક વ્યક્તિનો જીવ લીધો છે. અમદાવાદના માનવ મંદિર હેલ્મેટ સર્કલ નજીક ગુરુકુલ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 2 લોકોને ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ એક કાર ચાલકે બેદરકારી પૂર્વક રીતે અને નશાની હાલતમાં વાહન ચલાવતાં માર્ગ અકસ્માત સર્જ્યો હતો.
25 મેએ વડોદરામાં નશામાં ધૂત PSIએ સર્જ્યો હતો અકસ્માત
તમને જણાવી દઈએ કે વડોદરામાં 25મેએ નશાની હાલતમાં પીએસઆઈએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી હતી, જેમાં પીધેલી હાલતમાં PSIએ કારને અડફેટે લીધી અને એડિ.GST કમિશનરની કારને પણ લીધી અડફેટે જેના કારણે રોડ પર દોડધામ મચી હતી. સમગ્ર ઘટનામાં રાજપીપળાના PSI વાય.એચ.પઢીયારની ધરપકડ કરવામાં આવી હતી અને વાય.એચ.પઢીયારની કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી, ત્યારબાદ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં અકસ્માત બાદ PSIએ યુવક સાથે ઝપાઝપી પણ કરી અને PSI રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા, ત્યારે વડોદરાના GSFC ગેટ પાસે PSIએ અકસ્માત સર્જયો હતો.
What's Your Reaction?






