જામનગરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા: પાડોશીએ જ જીવ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime News: જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવીને યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ કાપરી નામના યુવકને ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે તેના પાડોશી સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવી જઈને મુકેશ કાપરી પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
What's Your Reaction?






