Vadodara News: ગળતેશ્વર બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, બંનેના સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. દિવાળીના તહેવારોમાં રોડ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરમાં ગળતેશ્વર બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બે બાઈક સવાર યુવકો મોતને ભેટ્યા હતાં. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરામાં હીટ એન્ડ રનમાં બે યુવકના મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ગળતેશ્વર બ્રિજ પર એક અજાણ્યા વાહન ચાલકે બે બાઈક સવારોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બંને બાઈક સવારોના મોત નિપજ્યા હતાં. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરાર થયેલા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
અજાણ્યા વાહને બાઈકસવાર યુવકોને લીધા અડફેટે
અકસ્માતની ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને કોલ કરાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતાં. મોતને ભેટનાર રાકેશ કુમાર પરમારસ અને રણવીર પરમાર સાવલીના ભમ્મર ઘોડા જોવા નીકળ્યા હતાં.આ અકસ્માતની જાણ થતાં જ તેમના ગામના લોકો મોટી સંખ્યામાં ડેસર હોસ્પિટલ પહોંચ્યા હતાં.
What's Your Reaction?






