Palitana: તહેવાર ટાણે જ પગાર ના મળતા સફાઈકર્મીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

દિવાળીનો તહેવાર આવી ગયો છે, પરંતુ પાલીતાણામાં નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓ રોજમદારો સહિતનાઓનો પગાર કરવામાં ના આવતા પાલીતાણા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મીઓ સહિત અન્ય લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને હોબાળો કરવામાં આવ્યો હતો.પાલીતાણા નગરપાલિકા દ્વારા પગાર ન કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી દિવાળીનો તહેવાર હોવાના કારણે વહેલા પગાર કરવો, પરંતુ પાલીતાણા નગરપાલિકા દ્વારા પગાર ન કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે પાલીતાણા નગરપાલિકા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને પગાર કરવા માગ કરી હતી. છેલ્લા એક મહિનાનો પગાર કર્મચારીઓને ચૂકવવાનો બાકી આ અંગે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવી છે અને બે દિવસમાં પગાર કરવામાં આવે તેવી માગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 150 જેટલા કર્મચારીઓનો પગાર પાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી અને છેલ્લા એક મહિનાનો પગાર બાકી હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના બગસરામાં પાલિકાના સફાઈકર્મીઓની હડતાળ બીજી તરફ બે દિવસ પહેલાથી જ અમરેલીના બગસરામાં પાલિકાના સફાઈકર્મીઓ હડતાળ પર છે. બગસરામાં સફાઈ કર્મચારીઓની હડતાળ છે અને સફાઈ કામ બંધ કરવામાં આવ્યું છે. બગસરામાં સફાઈ કર્મચારીઓના 2 મહિનાનો પગાર બાકી છે, જેમાં તારીખ 24 ઓક્ટોબરે આવેદનપત્ર આપી અને અલ્ટીમેટમ આપવામાં આવ્યું, ત્યારે બે દિવસ પહેલા જ અલ્ટીમેટમ પૂર્ણ થતાં જ્યાં સુધી આ 2 મહિનાનો પગાર અને બોનસ આપવામાં નહીં આવે ત્યાં સુધી દરરોજ આવા કાર્યક્રમ ચાલુ રહેશે અને કામ બંધ રહેશે. ત્યારે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા વેપારીઓ સફાઈ કરવા મજબુર બન્યા છે અને કચરા સળગાવવા પડ્યા છે. જામ ખંભાળીયામાં પાલિકાના સફાઈ કર્મચારીઓની રેલી થોડા દિવસ પહેલા જામ ખંભાળીયામાં પણ પાલિકાના સફાઈ કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પ્રદેશ સફાઈ કામદાર મહામંડળના પ્રમુખની આગેવાની હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં વિવિધ 11 પડતર માગને લઈને સફાઈ કર્મચારીઓએ સુત્રોચાર કરી રોષ ઠાલવ્યો હતો અને બે દિવસમાં સમાધાન નહીં થાય તો ગુજરાતની તમામ પાલિકાઓમાં પડઘા પડશે. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રેલીમાં જોડાયા હતા.

Palitana: તહેવાર ટાણે જ પગાર ના મળતા સફાઈકર્મીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો તહેવાર આવી ગયો છે, પરંતુ પાલીતાણામાં નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓ રોજમદારો સહિતનાઓનો પગાર કરવામાં ના આવતા પાલીતાણા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કર્મીઓ સહિત અન્ય લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને હોબાળો કરવામાં આવ્યો હતો.

પાલીતાણા નગરપાલિકા દ્વારા પગાર ન કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી દિવાળીનો તહેવાર હોવાના કારણે વહેલા પગાર કરવો, પરંતુ પાલીતાણા નગરપાલિકા દ્વારા પગાર ન કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે પાલીતાણા નગરપાલિકા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને પગાર કરવા માગ કરી હતી.

છેલ્લા એક મહિનાનો પગાર કર્મચારીઓને ચૂકવવાનો બાકી

આ અંગે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવી છે અને બે દિવસમાં પગાર કરવામાં આવે તેવી માગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 150 જેટલા કર્મચારીઓનો પગાર પાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી અને છેલ્લા એક મહિનાનો પગાર બાકી હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલીના બગસરામાં પાલિકાના સફાઈકર્મીઓની હડતાળ

બીજી તરફ બે દિવસ પહેલાથી જ અમરેલીના બગસરામાં પાલિકાના સફાઈકર્મીઓ હડતાળ પર છે. બગસરામાં સફાઈ કર્મચારીઓની હડતાળ છે અને સફાઈ કામ બંધ કરવામાં આવ્યું છે. બગસરામાં સફાઈ કર્મચારીઓના 2 મહિનાનો પગાર બાકી છે, જેમાં તારીખ 24 ઓક્ટોબરે આવેદનપત્ર આપી અને અલ્ટીમેટમ આપવામાં આવ્યું, ત્યારે બે દિવસ પહેલા જ અલ્ટીમેટમ પૂર્ણ થતાં જ્યાં સુધી આ 2 મહિનાનો પગાર અને બોનસ આપવામાં નહીં આવે ત્યાં સુધી દરરોજ આવા કાર્યક્રમ ચાલુ રહેશે અને કામ બંધ રહેશે. ત્યારે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા વેપારીઓ સફાઈ કરવા મજબુર બન્યા છે અને કચરા સળગાવવા પડ્યા છે.

જામ ખંભાળીયામાં પાલિકાના સફાઈ કર્મચારીઓની રેલી

થોડા દિવસ પહેલા જામ ખંભાળીયામાં પણ પાલિકાના સફાઈ કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પ્રદેશ સફાઈ કામદાર મહામંડળના પ્રમુખની આગેવાની હેઠળ વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં વિવિધ 11 પડતર માગને લઈને સફાઈ કર્મચારીઓએ સુત્રોચાર કરી રોષ ઠાલવ્યો હતો અને બે દિવસમાં સમાધાન નહીં થાય તો ગુજરાતની તમામ પાલિકાઓમાં પડઘા પડશે. મોટી સંખ્યામાં સફાઈ કામદારો રેલીમાં જોડાયા હતા.