Surendranagar: મૂળી તાલુકાના ટીકર ગામના સેવાસેતુ કાર્યક્રમનો 1408 લોકોએ લાભ લીધો
મૂળી તાલુકાના ટીકર ગામે સેવાસેતુ યોજાયો હતો. જેમાં 1408ના લોકોના વિવિધ સરકારી કામો ઘર આંગણે થયા હતા.રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દસમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. સરકાર દ્વારા લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે ગ્રામ્ય પંથકોમાં પણ સેવા સેતુ યોજાય છે.ત્યારે મૂળીના ટીકર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ગામના સરપંચ, તલાટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોના આવક-જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, કમી, સુધારો, ઈ-કેવાયસીની કામગીરી, આધારકાર્ડ, પીએમજેએવાયમાં અરજી, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદીજાતિ વિકાસ વિભાગ, બસ કનેકશન પાસ, ગંગાસ્વરૂપા આર્થીક સહાય, નિરાધાર વૃધ્ધ સહાય સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં 145 લોકોના બીપી, ડાયાબીટીશ ચેકઅપ કરાયા હતા. સેવાસેતુમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસીની 164 અરજી, નામ દાખલ કરવાની 25, આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેની 13, મીલકત આકારણીના ઉતારા માટેની 15, આવકના દાખલાની 12, પીએમજેએવાય કાર્ડ માટેની 11 સહિતની અરજીઓનો નિકાલ કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મૂળી તાલુકાના ટીકર ગામે સેવાસેતુ યોજાયો હતો. જેમાં 1408ના લોકોના વિવિધ સરકારી કામો ઘર આંગણે થયા હતા.રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દસમા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. સરકાર દ્વારા લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે ગ્રામ્ય પંથકોમાં પણ સેવા સેતુ યોજાય છે.
ત્યારે મૂળીના ટીકર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ગામના સરપંચ, તલાટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોના આવક-જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, કમી, સુધારો, ઈ-કેવાયસીની કામગીરી, આધારકાર્ડ, પીએમજેએવાયમાં અરજી, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદીજાતિ વિકાસ વિભાગ, બસ કનેકશન પાસ, ગંગાસ્વરૂપા આર્થીક સહાય, નિરાધાર વૃધ્ધ સહાય સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં 145 લોકોના બીપી, ડાયાબીટીશ ચેકઅપ કરાયા હતા. સેવાસેતુમાં રેશનકાર્ડમાં ઈ-કેવાયસીની 164 અરજી, નામ દાખલ કરવાની 25, આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેની 13, મીલકત આકારણીના ઉતારા માટેની 15, આવકના દાખલાની 12, પીએમજેએવાય કાર્ડ માટેની 11 સહિતની અરજીઓનો નિકાલ કરાયો હતો.