Weather: ગાઢ ધુમ્મસના કારણે હવાઈ મુસાફરીને અસર, 5 ઈન્ટરનેશનલ ફલાઇટ લેટ

રાજ્યભરમાં ધુમ્મસના માહોલ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર 5 ઈન્ટરનેશનલ ફલાઇટ સહિત 30 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યુલ ખોરવાયા છે. ધુમ્મસને કારણે સમયસર ફલાઇટ હવાઈ ઉડાણ ભરી ન શકતા પેસેન્જરોની મુશ્કેલી વધી. ફલાઈટ ઉડાનની રાહ જોવામાં પેસેન્જરોએ એરપોર્ટ પર રાત ગુજારવી પડી. બેગલુરું, કુવૈત સિટી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ગોવા, ચંદીગઢ સહીત ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા. આકાશા એરની બેંગલુરુની ફલાઇટ લેટ થઈ, મુંબઈની ફ્લાઈટ 3 કલાક લેટ, ગોવાની 4 કલાક લેટ થતા પેસેન્જરો હેરાન થયા. ફ્લાઇટ કેટલી લેટ છે તે કેવી રીતે ચેક કરવું? ફ્લાઇટ લેટ, રીશેડ્યૂલ અથવા કેન્સલ થવાના કિસ્સામાં સંબંધિત એરલાઈને તેના પેસેન્જરને મેસેજ અથવા ઈ-મેલ મોકલીને જાણ કરવી જોઈએ. તેમ છતાં, જો પેસેન્જર ઈચ્છે તો, તેઓ તેમની એરલાઇનના કોલ સેન્ટર, કસ્ટમર કેર અથવા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણી શકે છે. જો કે, એરલાઈન્સ પણ તેમની વેબસાઈટ પર ફ્લાઈટ્સના રિયલ ટાઈમ અપડેટ્સ આપતી રહે છે. ખાસ કરીને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થવી એ સામાન્ય વાત છે. લગભગ દર વર્ષે શિયાળાની ઋતુમાં, ઘણી ફ્લાઇટ્સ લેટ અથવા તો કેન્સલ પણ થાય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA અનુસાર, જો કોઈ ફ્લાઈટ અઢી કલાકની હોય અને તે બે કલાક લેટ થાય છે. તેમજ જો ફ્લાઇટનો સમયગાળો અઢીથી પાંચ કલાકની વચ્ચે હોય અને તે ત્રણ કલાક લેટ થાય છે. તેમજ જો કોઈ ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ લેટ થાય છે, તો આવા કિસ્સામાં એરલાઈન્સે પેસેન્જરને હોટલ, ખાણી-પીણી અને જરૂરિયાત મુજબ અન્ય ફ્લાઈટમાં પેસેન્જરનું બુકિંગ અથવા જો પેસેન્જર ઈચ્છે તો તેની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવાની જવાબદારી પણ એરલાઈન્સની છે. જો કનેક્ટિંગ અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચૂકી જાય તો શું? આવી સ્થિતિમાં પેસેન્જર તે એરલાઈન્સ સામે દાવો કરી શકે છે. તેમજ સંબંધિત એરલાઈન્સે પેસેન્જર માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવી જોઈએ. જો પેસેન્જર એરલાઇન્સથી સંતુષ્ટ ન હોય તો પેસેન્જર કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. પરંતુ આ તમામ દાવાઓ ખરાબ હવામાન અથવા અન્ય સમાન કુદરતી આફતને કારણે જો ફ્લાઈટ્સ ડીલે, કેન્સલ અથવા રીશેડ્યૂલ થાય છે તો પેસેન્જર દાવો કરી શકતો નથી.

Weather: ગાઢ ધુમ્મસના કારણે હવાઈ મુસાફરીને અસર, 5 ઈન્ટરનેશનલ ફલાઇટ લેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં ધુમ્મસના માહોલ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર 5 ઈન્ટરનેશનલ ફલાઇટ સહિત 30 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યુલ ખોરવાયા છે. ધુમ્મસને કારણે સમયસર ફલાઇટ હવાઈ ઉડાણ ભરી ન શકતા પેસેન્જરોની મુશ્કેલી વધી.

ફલાઈટ ઉડાનની રાહ જોવામાં પેસેન્જરોએ એરપોર્ટ પર રાત ગુજારવી પડી. બેગલુરું, કુવૈત સિટી, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ગોવા, ચંદીગઢ સહીત ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા. આકાશા એરની બેંગલુરુની ફલાઇટ લેટ થઈ, મુંબઈની ફ્લાઈટ 3 કલાક લેટ, ગોવાની 4 કલાક લેટ થતા પેસેન્જરો હેરાન થયા.

ફ્લાઇટ કેટલી લેટ છે તે કેવી રીતે ચેક કરવું?

ફ્લાઇટ લેટ, રીશેડ્યૂલ અથવા કેન્સલ થવાના કિસ્સામાં સંબંધિત એરલાઈને તેના પેસેન્જરને મેસેજ અથવા ઈ-મેલ મોકલીને જાણ કરવી જોઈએ. તેમ છતાં, જો પેસેન્જર ઈચ્છે તો, તેઓ તેમની એરલાઇનના કોલ સેન્ટર, કસ્ટમર કેર અથવા હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ જાણી શકે છે. જો કે, એરલાઈન્સ પણ તેમની વેબસાઈટ પર ફ્લાઈટ્સના રિયલ ટાઈમ અપડેટ્સ આપતી રહે છે.

ખાસ કરીને શિયાળામાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ લેટ થવી એ સામાન્ય વાત છે. લગભગ દર વર્ષે શિયાળાની ઋતુમાં, ઘણી ફ્લાઇટ્સ લેટ અથવા તો કેન્સલ પણ થાય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA અનુસાર, જો કોઈ ફ્લાઈટ અઢી કલાકની હોય અને તે બે કલાક લેટ થાય છે. તેમજ જો ફ્લાઇટનો સમયગાળો અઢીથી પાંચ કલાકની વચ્ચે હોય અને તે ત્રણ કલાક લેટ થાય છે. તેમજ જો કોઈ ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ લેટ થાય છે, તો આવા કિસ્સામાં એરલાઈન્સે પેસેન્જરને હોટલ, ખાણી-પીણી અને જરૂરિયાત મુજબ અન્ય ફ્લાઈટમાં પેસેન્જરનું બુકિંગ અથવા જો પેસેન્જર ઈચ્છે તો તેની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવાની જવાબદારી પણ એરલાઈન્સની છે.

જો કનેક્ટિંગ અથવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચૂકી જાય તો શું?

આવી સ્થિતિમાં પેસેન્જર તે એરલાઈન્સ સામે દાવો કરી શકે છે. તેમજ સંબંધિત એરલાઈન્સે પેસેન્જર માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવી જોઈએ. જો પેસેન્જર એરલાઇન્સથી સંતુષ્ટ ન હોય તો પેસેન્જર કોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. પરંતુ આ તમામ દાવાઓ ખરાબ હવામાન અથવા અન્ય સમાન કુદરતી આફતને કારણે જો ફ્લાઈટ્સ ડીલે, કેન્સલ અથવા રીશેડ્યૂલ થાય છે તો પેસેન્જર દાવો કરી શકતો નથી.