Ahmedabadમાં CGST વિભાગના બે અધિકારી રૂપિયા 1,25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
અમદાવાદમાં સીજીએટી વિભાગમાં ફરજ બજાવતા મોહંમદ રિઝવાન શેખ અને કુલદિપ મુલચંદ કુસવાહ રૂપિયા 1,25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.આ બે અધિકારીઓની સાથે એક ખાનગી માણસની પણ એસીબીએ ધરપકડ કરી છે.અમદાવાદના સીજી રોડ ખાતે અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.ઓડીટની વિઝીટમાં દંડ કર્યો હતો અને તેની પતાવટને લઈ લાંચ માંગવામાં આવી હતી. ઓડિટના રુપિયાને લઈ માંગી લાંચ આ કામના ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદી પેઢી ચલાવે છે જે પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી-૧ નાએ નોટીસ આપેલ જે અન્વયે આરોપી-૨ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી આરોપી-૧ તથા આરોપી-૨ ને તેઓની કચેરીએ રૂબરૂ મળેલ અને ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા 35,00,000 ચલણ સાથે ભરવાના થાય છે તેમ જણાવ્યું હતુ. ખાનગી માણસને રૂપિયા લેવા મોકલ્યો હતો ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી નં-૧ અને ૨ નાઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૧ ના કહેવાથી આરોપી નં-૩ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી નં-૧, ૨ નાઓએ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતો. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સીજીએટી વિભાગમાં ફરજ બજાવતા મોહંમદ રિઝવાન શેખ અને કુલદિપ મુલચંદ કુસવાહ રૂપિયા 1,25,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.આ બે અધિકારીઓની સાથે એક ખાનગી માણસની પણ એસીબીએ ધરપકડ કરી છે.અમદાવાદના સીજી રોડ ખાતે અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.ઓડીટની વિઝીટમાં દંડ કર્યો હતો અને તેની પતાવટને લઈ લાંચ માંગવામાં આવી હતી.
ઓડિટના રુપિયાને લઈ માંગી લાંચ
આ કામના ફરીયાદી તથા તેમના ભાઇ સોના ચાંદી પેઢી ચલાવે છે જે પેઢીના જુલાઇ-૨૦૧૭ થી માર્ચ-૨૦૨૩ ના નાંણાકીય વર્ષના હિસાબનું ઓડીટ હાથ ધરવા બાબતે આરોપી-૧ નાએ નોટીસ આપેલ જે અન્વયે આરોપી-૨ નાઓએ ફરીયાદીની પેઢી ખાતે સ્થળ વિઝીટ કરેલ અને ઓડીટને લગત જરૂરી કાગળો સાથે તેઓની કચેરીએ બોલાવેલ જે કાગળો સાથે ફરીયાદી આરોપી-૧ તથા આરોપી-૨ ને તેઓની કચેરીએ રૂબરૂ મળેલ અને ફરીયાદીને તેમની પેઢીના વર્ષ-૨૦૧૯-૨૦ ના હિસાબોમાં ક્ષતિ કાઢી દંડ પેટે રૂપિયા 35,00,000 ચલણ સાથે ભરવાના થાય છે તેમ જણાવ્યું હતુ.
ખાનગી માણસને રૂપિયા લેવા મોકલ્યો હતો
ફરીયાદીએ ક્ષતિ અંગેની વિગતો પોતાની તથા તેમના વકીલને મોકલી આપવા જણાવેલ જે વેરીફાઇ કરી આરોપી નં-૧ અને ૨ નાઓએ તેઓને અંદાજિત રૂ. ૨૭,૦૦૦/- ચલણ ભરાવેલ અને આ દંડ ઓછો વસુલ કરવા પેટે રૂ.૧,૨૫,૦૦૦/- ની રકમ ની લાંચ ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એ.સી.બી. નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી નં.-૧ ના કહેવાથી આરોપી નં-૩ નાઓએ ઉપરોક્ત સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારી પકડાઈ જઈ અને આરોપી નં-૧, ૨ નાઓએ એકબીજાના મેળાપીપણા માં પોતાના હોદ્દોનો દુર ઉપયોગ કરી ગુનો કર્યો હતો.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.