રાજ્યમાં 'નકલી'નું મોડલ ચર્ચામાં, 2 વર્ષમાં 21થી વધુ નકલી અધિકારીઓ-સંસ્થાઓ ઝડપાઈ
રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. એક પછી એક નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના આ નકલી મોડેલે રાજ્યના સરકારી તંત્રને લકવાગ્રસ્ત કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં કુલ 21થી વધુ નકલી અધિકારીઓ અને સંસ્થાઓ સામે આવી છે. પહેલા તો નાગરિકો નકલી લૂંટનો કારોબાર ચલાવતા હતા. જો કે હવે તો આ નકલીના કારોબારમાંથી નેતાઓ પણ બાકાત નથી રહ્યા. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય છે કે આ નકલીનો કારોબાર કોનો?નકલીઓને રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ? ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. જ્યાં જોવો ત્યા નકલી જ નકલી જોવા મળે છે. નકલી ટોલનાકાથી લઈને નકલી કચેરીઓ બનાવી નાગરિકો પાસેથી લુંટ ચલાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જો કે તેને રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તાએ રાજ્યમાં ચાલી રહેલા નકલીના કારોબારમાં ભાજપના નેતાઓની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે. કોણ કોણ નકલી ઝડપાયુ? સપ્ટેમ્બર 2024માં સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રમમાંથી પ્રકાશ નાઈ નામનો નકલી ડે.કલેકટર સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરી ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી લુંટ ચલાવતો નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા ઓગસ્ટ 2024માં સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ ઝડપાયો સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ એપ્રિલ 2024માં ગુજરાત યુનિવર્સિટી પાસેથી નકલી ગૃહમંત્રાલયનો અધિકારી સૌરીશ ઘોષ જુલાઈ 2024માં રાજકોટના કુવાડવા તાલુકાના માલીયાસણ ગામે ચાલતી નકલી શાળા ગૌરી પ્રાયમરી સ્કુલ ઝડપાઈ કરાઈમાં ટ્રેનીગ લેતો નકલી પીએસઆઈ મયુર તડવી ઝડપાયો એપ્રિલ 2023માં ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ ઝડપાયો સંજય શેરપુરિયાએ પણ મોટા નેતાઓના નામે લોકોને લૂંટ્યા ઓગસ્ટ 2023માં નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી ઝડપાયો જામનગર પોલીસને આરોપીને છોડી મુકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ ઝડપાયો નકલી ED અધિકારી ઓમવીરસિંહ ઝડપાયો નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા ઝડપાયો ઓક્ટોબર-23માં દાહોદ જીલ્લાના બોડેલીમાં નકલી વહીવટી કચેરી બનાવી 21.15 કરોડની ઉચાપત સામે આવી સુરતના માંડવી તાલુકમાં નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ ઝડપાઈ નવેમ્બર-23માં ગાંધીનગરમાં નકલી FSI અધિકારી પુણ્યદેવ રાય વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ અમદાવાદમાંથી નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ ઓક્ટોબર 24માં પાલનપુરના શિક્ષકે બદલી માટે શિક્ષણ સચિવનો ખોટો ઓર્ડર બનાવ્યો ગુજરાતમાં નકલીના કિસ્સાઓમાં ઝડપાયેલા આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ મોટા મોટા નેતાઓ સાથેના ફોટોમાં જોવા મળ્યા છે. આવા ફોટોના આધારે જ આરોપીઓ નાગરિકોને છેતરતા હતા. ફોટા જોઈને ભોગ બનનારા લોકો પ્રભાવમાં આવી જતા હતા અને છેતરાતા હતા. જો કે આ તમામ વચ્ચે ભાજપના પ્રવક્તાએ સરકારનો બચાવ કરતા કહ્યુ કે કોંગ્રેસની નજર જ નકલી છે. રાજ્યમાંથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે તે જ મોટી વાત છે. અને પોલીસ વિભાગની સતર્કતા સાબિત કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઝડપાયા હતા. આવા નકલી અઘિકારીઓ બેફામ ગુજરાતના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જો કે આવા નકલી અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે તો જ ગુજરાતમાં વધી રહેલા નકલીના કારોબાર પર બ્રેક મારી શકાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. એક પછી એક નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ઝડપાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના આ નકલી મોડેલે રાજ્યના સરકારી તંત્રને લકવાગ્રસ્ત કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં કુલ 21થી વધુ નકલી અધિકારીઓ અને સંસ્થાઓ સામે આવી છે. પહેલા તો નાગરિકો નકલી લૂંટનો કારોબાર ચલાવતા હતા. જો કે હવે તો આ નકલીના કારોબારમાંથી નેતાઓ પણ બાકાત નથી રહ્યા. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય છે કે આ નકલીનો કારોબાર કોનો?
નકલીઓને રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ?
ગુજરાતમાં એક બાદ એક નકલી અધિકારીઓ અને નકલીઓનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. જ્યાં જોવો ત્યા નકલી જ નકલી જોવા મળે છે. નકલી ટોલનાકાથી લઈને નકલી કચેરીઓ બનાવી નાગરિકો પાસેથી લુંટ ચલાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જો કે તેને રોકવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તાએ રાજ્યમાં ચાલી રહેલા નકલીના કારોબારમાં ભાજપના નેતાઓની પણ સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે.
કોણ કોણ નકલી ઝડપાયુ?
- સપ્ટેમ્બર 2024માં સુરતના વરાછા પાસેથી નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રમમાંથી પ્રકાશ નાઈ નામનો નકલી ડે.કલેકટર
- સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નકલી સીબીઆઈ અધિકારી હિતેશ્વરસિંહ મોરી
- ભાજપના નેતાઓ સાથેના ફોટા બતાવી લુંટ ચલાવતો નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી ભરત છાબડા
- ઓગસ્ટ 2024માં સુરતના કામરેજથી નકલી આઈપીએસ પ્રદીપ પટેલ ઝડપાયો
- સુરતમાં મહિલાઓને પજવણી કરતો નકલી સીઆઈડી અધિકારી તરુણ ભટ્ટ
- એપ્રિલ 2024માં ગુજરાત યુનિવર્સિટી પાસેથી નકલી ગૃહમંત્રાલયનો અધિકારી સૌરીશ ઘોષ
- જુલાઈ 2024માં રાજકોટના કુવાડવા તાલુકાના માલીયાસણ ગામે ચાલતી નકલી શાળા ગૌરી પ્રાયમરી સ્કુલ ઝડપાઈ
- કરાઈમાં ટ્રેનીગ લેતો નકલી પીએસઆઈ મયુર તડવી ઝડપાયો
- એપ્રિલ 2023માં ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટા બતાવતો નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ ઝડપાયો
- સંજય શેરપુરિયાએ પણ મોટા નેતાઓના નામે લોકોને લૂંટ્યા
- ઓગસ્ટ 2023માં નકલી સીએમઓ અધિકારી લવકુશ દ્વિવેદી ઝડપાયો
- જામનગર પોલીસને આરોપીને છોડી મુકવા ભલામણ કરતો નકલી સીએમઓ અધિકારી નિકુંજ પટેલ ઝડપાયો
- નકલી ED અધિકારી ઓમવીરસિંહ ઝડપાયો
- નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા ઝડપાયો
- ઓક્ટોબર-23માં દાહોદ જીલ્લાના બોડેલીમાં નકલી વહીવટી કચેરી બનાવી 21.15 કરોડની ઉચાપત સામે આવી
- સુરતના માંડવી તાલુકમાં નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ ઝડપાઈ
- નવેમ્બર-23માં ગાંધીનગરમાં નકલી FSI અધિકારી પુણ્યદેવ રાય
- વડોદરામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ
- અમદાવાદમાંથી નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ
- ઓક્ટોબર 24માં પાલનપુરના શિક્ષકે બદલી માટે શિક્ષણ સચિવનો ખોટો ઓર્ડર બનાવ્યો
ગુજરાતમાં નકલીના કિસ્સાઓમાં ઝડપાયેલા આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ મોટા મોટા નેતાઓ સાથેના ફોટોમાં જોવા મળ્યા છે. આવા ફોટોના આધારે જ આરોપીઓ નાગરિકોને છેતરતા હતા. ફોટા જોઈને ભોગ બનનારા લોકો પ્રભાવમાં આવી જતા હતા અને છેતરાતા હતા. જો કે આ તમામ વચ્ચે ભાજપના પ્રવક્તાએ સરકારનો બચાવ કરતા કહ્યુ કે કોંગ્રેસની નજર જ નકલી છે. રાજ્યમાંથી નકલી વસ્તુઓ પકડાઈ રહી છે તે જ મોટી વાત છે. અને પોલીસ વિભાગની સતર્કતા સાબિત કરી રહ્યા છે.
થોડા સમય પહેલા જ ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલર હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ અધિકારી તરીકે ઝડપાયા હતા. આવા નકલી અઘિકારીઓ બેફામ ગુજરાતના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જો કે આવા નકલી અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે તો જ ગુજરાતમાં વધી રહેલા નકલીના કારોબાર પર બ્રેક મારી શકાશે.