HMPV વાયરસને લઈ તંત્ર સજ્જ, અમદાવાદ સિવિલે 15 બેડ-25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા!

HMPV વાયરસનો ગુજરાતમાં કેસ નોંધાયા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ ખાતે પણ આ મુસીબતને પહોંચીવળવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જેના ભાગરુપે હોસ્પિટલ તંત્ર દ્વારા ટેસ્ટિંગ કિટ, દવા, ડોક્ટર્સ સ્ટાફ અને બેડ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પુરી કરી લેવાઈ છે. 15 બેડ અને 25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમને ટેસ્ટિંગ માટેની સુચના મળતા જ અમે તૈયારીઓ પુરી કરી લીધી છે. સિવિલમાં આ માટે ડોક્ટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની વ્યવસ્થા પુરી કરી લેવાઈ છે. આ વાયરલ ઈન્ફેક્શન છે જેના માટે વેક્સિન નથી. જરૂરી તમામ દવાઓની આપણી પાસે ઉપલબ્ધી છે. ગઈકાલે સાંજથી જ અમે 15 બેડનું આઈસોલેશન બનાવી કાઢ્યું છે. માટે લોકોએ આ વાયરસથી ગભરાવાની જરુર નથી. પરંતુ સરકારે એડવાઈઝરી બહાર પાડ્યા પછી પણ આટલી મોટી હોસ્પિટલમાં માત્ર 15 બેડની જ વ્યવસ્થા ઉભી કરવામા આવી એ ક્યાંકને ક્યાંક સિવિલ તંત્ર દ્વારા ઢીલું મુકાયું હોવાની શંકા ઉપજાવે છે. HMPV વાયરસને લઈ આરોગ્ય વિભાગ સજ્જ અમદાવાદ સિવિલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો સિવિલમાં 15 આઇસોલેશનના બેડ તૈયાર કર્યા 5 આઇસોલેશન બેડ 1200 બેડમાં તૈયાર કરાયા D - 9 બ્લોકમાં 10 આઇસોલેશન તૈયાર કરાયા તાવ, ઉધરસ હોય તો તબીબની સલાહ લેવા અપીલ શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ સલાહ લેવા અપીલકેસ વધશે તો બેડ વધારાશેફક્ત 15 બેડની વ્યવસ્થા જ નહીં, HMPV વાયરસની ટેસ્ટીંગ પ્રક્રિયા માટે સિવિલ તંત્ર પાસે માત્ર 25 કીટ જ ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં જ HMPVનો પોઝીટીવ કેસ નોંધાયો છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તંત્ર વાયરસને લઈ ગંભીર ન હોય એવું લાગી રહ્યું છે. જો કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આ મામલે પૂછતા તેમણે હાલ કોઈ કેસ ન હોવાથી માત્ર 15 બેડની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. કેસ વધ્યા બાદ તંત્ર બેડ પણ વધારશે, પરંતુ પાણી પેહલા પાળ કેમ નહીં બાંધતું હોય?

HMPV વાયરસને લઈ તંત્ર સજ્જ, અમદાવાદ સિવિલે 15 બેડ-25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

HMPV વાયરસનો ગુજરાતમાં કેસ નોંધાયા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ ખાતે પણ આ મુસીબતને પહોંચીવળવાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જેના ભાગરુપે હોસ્પિટલ તંત્ર દ્વારા ટેસ્ટિંગ કિટ, દવા, ડોક્ટર્સ સ્ટાફ અને બેડ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પુરી કરી લેવાઈ છે. 

15 બેડ અને 25 ટેસ્ટિંગ કીટની વ્યવસ્થા

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમને ટેસ્ટિંગ માટેની સુચના મળતા જ અમે તૈયારીઓ પુરી કરી લીધી છે. સિવિલમાં આ માટે ડોક્ટર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની વ્યવસ્થા પુરી કરી લેવાઈ છે. આ વાયરલ ઈન્ફેક્શન છે જેના માટે વેક્સિન નથી. જરૂરી તમામ દવાઓની આપણી પાસે ઉપલબ્ધી છે. ગઈકાલે સાંજથી જ અમે 15 બેડનું આઈસોલેશન બનાવી કાઢ્યું છે. માટે લોકોએ આ વાયરસથી ગભરાવાની જરુર નથી. પરંતુ સરકારે એડવાઈઝરી બહાર પાડ્યા પછી પણ આટલી મોટી હોસ્પિટલમાં માત્ર 15 બેડની જ વ્યવસ્થા ઉભી કરવામા આવી એ ક્યાંકને ક્યાંક સિવિલ તંત્ર દ્વારા ઢીલું મુકાયું હોવાની શંકા ઉપજાવે છે. 

HMPV વાયરસને લઈ આરોગ્ય વિભાગ સજ્જ

  • અમદાવાદ સિવિલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો
  • સિવિલમાં 15 આઇસોલેશનના બેડ તૈયાર કર્યા
  • 5 આઇસોલેશન બેડ 1200 બેડમાં તૈયાર કરાયા
  • D - 9 બ્લોકમાં 10 આઇસોલેશન તૈયાર કરાયા
  • તાવ, ઉધરસ હોય તો તબીબની સલાહ લેવા અપીલ
  • શ્વાસ લેવામાં તકલીફ હોય તો પણ સલાહ લેવા અપીલ

કેસ વધશે તો બેડ વધારાશે

ફક્ત 15 બેડની વ્યવસ્થા જ નહીં, HMPV વાયરસની ટેસ્ટીંગ પ્રક્રિયા માટે સિવિલ તંત્ર પાસે માત્ર 25 કીટ જ ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં જ HMPVનો પોઝીટીવ કેસ નોંધાયો છે. ત્યારે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તંત્ર વાયરસને લઈ ગંભીર ન હોય એવું લાગી રહ્યું છે. જો કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આ મામલે પૂછતા તેમણે હાલ કોઈ કેસ ન હોવાથી માત્ર 15 બેડની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. કેસ વધ્યા બાદ તંત્ર બેડ પણ વધારશે, પરંતુ પાણી પેહલા પાળ કેમ નહીં બાંધતું હોય?